ટ્રેન્ડિંગનેશનલમીડિયા

કેરળના વિદ્યાર્થીની પ્રતિભા, ભંગારમાંથી બનાવ્યો કાર્ડબોર્ડ રોબોટ

Levin Paulose Robot: આજકાલ અનોખા અને આધુનિક રોબોટ્સની ચર્ચા તો ખૂબ થાય છે, પરંતુ શું તમે પૂંઠા (કાર્ડબોર્ડ), જૂની બેટરીઓ, દોરા અને નાની-નાની મોટરોમાંથી બનેલા રોબોટ વિશે વિચારી શકો છો? વાસ્તવમાં કેરળના રહેવાસી શાળાના વિદ્યાર્થી લેવિન પોલોઝે આ કરી બતાવ્યું છે, જેના કારણે કેરળના મુખ્યમંત્રી વી. ડી. સતીશન પણ વિદ્યાર્થી લેવિનને મળ્યા.

લેવિને કાર્ડબોર્ડ, દોરા, જૂની બેટરીઓ અને નટ-બોલ્ટ જેવી વસ્તુઓની મદદથી એક રોબોટ બનાવ્યો છે. આ રોબોટ ઘરના કામકાજ કરી શકે છે. લેવિન આ પ્રકારના મશીનો પહેલાં પણ બનાવતો રહ્યો છે.

અહેવાલો અનુસાર, લેવિનની પોતાની યૂટ્યુબ ચેનલ પણ છે જ્યાં તે પોતાના દ્વારા બનાવવામાં આવેલા શાનદાર મશીનો દર્શાવતો રહે છે. જેમાં નકામી (વેસ્ટ) વસ્તુઓમાંથી બનાવેલું વેક્યૂમ ક્લીનર, બટન દબાવતા જ પડદા ખોલવા-બંધ કરવાવાળું ઓટોમેટેડ કર્ટન સિસ્ટમ અને રસોઈ કરતી વખતે આપમેળે શાક હલાવતું ઓટોમેટિક સ્ટીરર (Stirrer) પણ સામેલ છે. ખાસ કરીને તેના સ્ટીરરના ખૂબ વખાણ થયા છે, જેના કારણે ખોરાક બળી જવાનો ડર નથી રહેતો અને લોકો નિશ્ચિંત થઈને બીજા કામ કરી શકે છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

પૂંઠા (કાર્ડબોર્ડ)માંથી બનાવેલો હ્યુમનોઇડ રોબોટ

લેવિનનો સૌથી લેટેસ્ટ અને ચર્ચિત પ્રોજેક્ટ પૂંઠા એટલે કે કાર્ડબોર્ડમાંથી બનાવેલો ‘હ્યુમનોઇડ રોબોટ’ છે. લેવિને તેને ખૂબ જ સફાઈથી કાર્ડબોર્ડ કાપીને અને બેસિક ઇલેક્ટ્રોનિક સામગ્રી ઉમેરીને બનાવ્યો છે. હેવાલો મુજબ, આ રોબોટ માત્ર દેખાવામાં જ નહીં, પણ કામ કરવામાં પણ ખૂબ અસરકારક છે. આ રોબોટ ઘરના નાના-મોટા કામકાજ નિપટાવી શકે છે. અહેવાલો અનુસાર, તે લેવિનની માતાના રોજિંદા કામોમાં મદદ કરે છે.

શીખવાની ધગશ આગળ બજેટ કોઈ મહત્વ નથી રાખતું

લેવિનનો રોબોટ રોબોટિક્સ પ્રત્યેના તેના ઝૂનૂન (જૂનૂન)ને દર્શાવે છે. તે એક ઉદાહરણ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીને શીખવા અને સમજવા માટે મોટા બજેટની નહીં પરંતુ ધગશની જરૂર હોય છે. તેમના રોબોટ અને બાકીના પ્રોજેક્ટ્સના વખાણ આ સમયે ટેક પ્રેમીઓ અને શિક્ષકો કરી રહ્યા છે.

આ પણ વાંચો:Red Alert: ગુજરાતમાં બે દિવસ મેઘતાંડવ, 31 જુલાઈએ અમદાવાદ સહિત 11 જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો:શ્રાવણ મહિનો શિવજીને કેમ છે સૌથી પ્રિય? જાણો આ પૌરાણિક કથાઓ

Back to top button