ટ્રેન્ડિંગનેશનલ

જીતનો જશ્ન ભારે પડ્યો ! કોંગ્રેસ નેતા ફટાકડા ફોડવામા એવા ડૂબ્યા કે માંડ માંડ બચ્યો જીવ

કર્ણાટકમાં ચૂંટણીના પરિણામ જેમ જેમ આવતા જાય છે. તેમ તેમ કોંગ્રેસના નેતાઓમાં ઉત્સાહ વધતો જાય છે. કોંગ્રેસની જંગી લીડ મળતાની સાથે જ કાર્યકર્તાઓ અને નેતાઓએ જીતનો જશ્ન મનાવવાનુ શરુ કરી દીધો છે. ત્યારે આ જીતનો જશ્ન મનાવવા જતા બળતા માંડ બચ્યા છે. ફટાકડા ફોડવાને કારણે કોંગ્રેસી નેતાનો ચહેરો ન બળ્યો એ સારો સંયોગ હતો, નહીંતર ચૂંટણી પરિણામની ખુશી ક્ષણભરમાં દુ:ખમાં ફેરવાઈ ગઈ હોત. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તમે સમગ્ર ઘટના જોઈ શકો છો.

કોંગ્રેસ નેતાએ હાથમાં સળગતા ફટાકડાનું બોક્સ લીધું

કર્ણાટકમાં મતગણતરી દરમિયાન દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયની સામે બેદરકારીપૂર્વક ફટાકડા ફોડવાની ઘટના સામે આવી છે. જો કોંગ્રેસી નેતા ભાગી છૂટ્યા ન હોત તો મોટી ઘટના બનતા વાર ન લાગી હોત. કોંગ્રેસના નેતાએ હાથમાં સળગતા ફટાકડાનું બોક્સ લીધું તેના કારણે આ નેતા દાઝી જતા રહી ગયા હતા.

congress-humdekhengenews

કોંગ્રેસના નેતા માંડ માંડ બચ્યા

આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શક્યા છે . કે કોંગ્રેસના નેતાએ ફટાકડા સળગાવતી વખતે સંતુલન ખોરવાઈ ગયું અને ફટાકડા ભરેલી આખી પેટી જમીન પર પડી ગઈ. જમીન પર પડ્યા પછી પણ ફટાકડા ફૂટતા રહ્યા. આ કોંગ્રેસના નેતાએ તેને ઉપાડવાનું શરૂ કર્યું અને તે ઝૂક્યા કે તરત જ બીજો ફટાકડો ફોડવામાં આવ્યો. આ એક સારો સંયોગ હતો કે ફટાકડા આંખોની ઉપર ગયો, નહીંતર ગરદન થોડી પણ ખસી ગઈ હોત તો આખો ચહેરો દાઝી ગયો હોત.

ANIએ શેર કર્યો વીડિયો

ન્યૂઝ એજન્સી ANIએ પણ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. 1 મિનિટ 41 સેકન્ડના વિડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક નાનકડી બેદરકારી થોડીક સેકન્ડમાં જ મોટી બની જાય છે. નવાઈની વાત તો એ છે કે આ ઘટના બાદ અન્ય એક કાર્યકર આવ્યો અને તેણે પણ આ જ ભૂલનું પુનરાવર્તન કર્યું. એક નેતાના ભાગ્યા બાદ બીજા નેતાએ પણ હાથમાં ફટાકડાનું બોક્સ ઉપાડ્યું અને તેને આકાશમાંથી છોડતા જોવા મળ્યા.

 આ પણ વાંચો : કર્ણાટકમાં કોંગ્રેસની જંગી લીડ, રાહુલ ગાંધીએ કહ્યું-” કર્ણાટકમાં નફરતનું બજાર બંધ ,પ્રેમની દુકાન ખૂલી “

Back to top button