ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટકમાં કોંગ્રેસની જંગી લીડ, રાહુલ ગાંધીએ કહ્યું-” કર્ણાટકમાં નફરતનું બજાર બંધ ,પ્રેમની દુકાન ખૂલી “

કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું કર્ણાટકની જનતાને જીત માટે અભિનંદન આપું છું. “અમે કર્ણાટકમાં નફરતને પ્રેમથી હરાવી છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે. કોંગ્રેસ જનતાને આપેલા વચનો પૂરા કરશે”.

કર્ણાટકમાં કોંગ્રેસની મોટી લીડ

કર્ણાટક વિધાનસભાની તમામ 224 બેઠકો પરના પરિણામ બહાર આવી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ટ્રેન્ડમાં કોંગ્રેસે કર્ણાટકમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે અને મોટી લીડ મેળવી લીધી છે. કોંગ્રેસ 135 અને ભાજપ 65 સીટો પર આગળ છે. રાજ્યમાં કોંગ્રેસની જીત પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંધીએ કહ્યું કે “અમે પ્રેમથી નફરતને હરાવી છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ, પ્રેમની દુકાન ખુલી”.

રાહુલ ગાંધીએ જીતને લઈને આપી પ્રતિક્રિયા

કર્ણાટકમાં કોંગ્રેસની જંગી જીત બાદ રાહુલ ગાંધીએ કહ્યું, “સૌથી પહેલા હું અમારા કાર્યકરો, કર્ણાટકના અમારા નેતાઓને અભિનંદન આપું છું. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે આ યુદ્ધ પ્રેમથી લડ્યા.’અમે નફરતને પ્રેમથી હરાવી’ કર્ણાટક બતાવ્યું છે કે આ દેશ પ્રેમને ચાહે છે. રાહુલે વધુમાં કહ્યું કે, ‘કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે, પ્રેમની દુકાન ખુલી છે’.અમે કર્ણાટકમાં નફરતને પ્રેમથી હરાવી છે. અમે કર્ણાટકની જનતાને 5 વચનો આપ્યા હતા, અમે પ્રથમ કેબિનેટમાં પહેલા દિવસે આ વચનો પૂરા કરીશું.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ શું કહ્યું?

રાહુલ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘ગાંધી પરિવારના કારણે કોંગ્રેસ એક થઈને લડી છે. જ્યારે તેમની તબિયત સારી ન હતી ત્યારે પણ સોનિયાએ પ્રચાર કર્યો હતો. જીતનો શ્રેય સોનિયા, રાહુલ અને પ્રિયંકાને જાય છે.ખડગેએ વધુમાં કહ્યું, ‘કોંગ્રેસની જીત જનતાની જીત છે. લોકોએ ભ્રષ્ટ સરકારને હરાવી છે. આપણે આગળ ઘણું કરવાનું છે. અમારે અમારા વચનો પૂરા કરવાના છે, અમે અમારી 5 ગેરંટી પૂરી કરીશું.

મુખ્યમંત્રીના નામને લઈને કહી આ વાત

ખડગેએ કહ્યું, “આગામી દિવસોમાં પણ, જ્યાં પણ રાજ્યની ચૂંટણીઓ યોજાશે, અમે કર્ણાટકની જેમ ચૂંટણી જીતવાનો પૂરો પ્રયાસ કરીશું. અહીં (કર્ણાટક) ધારાસભ્યોની બેઠક થશે, બધા દ્વારા (મુખ્યમંત્રીના નામ પર) જે સર્વસંમતિ થઈ છે તે હાઈકમાન્ડ સમક્ષ મૂકવામાં આવશે. હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે.

 આ  પણ વાંચો : કર્ણાટક-ઉત્તર પ્રદેશની ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો| M.S યુનિવર્સિટીમાં ડમી ઉમેદવાર|કાળઝાળ ગરમીમાં શેકાયા લોકો

Back to top button