VIDEO: લગ્ન પ્રસંગમાં જમણવારમાં બે સિંહણ પણ આવી પહોંચી, જૂનાગઢમાં બની વિચિત્ર ઘટના

જૂનાગઢ, 17 ફેબ્રુઆરી 2026: જરાં વિચારો તે તમારા ઘરે કોઈ પ્રસંગ હોય, જમણવાર ચાલી રહ્યો હોય, મહેમાનો આવી રહ્યા હોય આવા સમયે અચાનક જંગલના રાજા પણ તમારે ત્યાં જમવા માટે આવે તો કેવું રિએક્શન હોય. કંઈક આવું જ જૂનાગઢ નજીક પ્લાસવા ગામમાં જોવા મળ્યું છે. જ્યાં એક લગ્નના પાર્ટીના પ્લોટમાં ખાવાના ટેબલ સજાવ્યા હતા, મહેમાનો એકઠા થઈ રહ્યા હતા, બરાબર આ જ સમયે અચાનક બે સિંહણ પણ આવી પહોંચી હતી.
જો કે સિંહણ જ્યારે જમવા આવી ત્યારે ત્યાં કોઈ મહેમાનો હતા નથીં, લગ્નના કાર્યક્રમમાં પહોંચ્યા બાદ બંને સિંહણ મંડપમાં આંટા ફેરા મારતી જોવા મળી હતી. તેમને જોઈને એવું લાગતું હતું જાણે તેઓ ભોજનની શોધમાં આવ્યા છે, પણ આમતેમ આંટા માર્યા બાદ કંઈ હાથમાં ન આવતા ફરી જંગલ તરફી નીકળી ગયા હતા.
અફરાતફરી મચી શકતી હતી
સારી વાત એ હતી કે જે સમયે બંને સિંહણ ત્યાં આવી તો કોઈ હાજર નહોતું. જો મહેમાનો હોત તો અફરાતફરી મચી જાત. લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય અને માહોલ ડરનો થઈ જાય આ વીડિયો વિશે વન વિભાગના અધિકારીનું કહેવું છે કે આ ઘટના એક લગ્ન પ્રસંગ દરમ્યાન બની હતી.
વન અધિકારીએ જણાવ્યું હતું કે, આ સિંહ નહીં પણ સિંહણ છે. જે આ વિસ્તારમાં ફરતા હોય છે. આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વન વિસ્તારની નજીકના ગામડામાં આવી ઘટનાએ સામાન્ય હોય છે, જેમાં ચિંતાની કોઈ વાત નથી. પણ લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: દાહોદમાં બેકાબૂ થયેલી SUV કારનો ભયાનક અકસ્માત, 3 લોકોના મોત











