ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
દાહોદમાં બેકાબૂ થયેલી SUV કારનો ભયાનક અકસ્માત, 3 લોકોના મોત

લીમખેડા, 17 ફેબ્રુઆરી, 2026: ગુજરાતમાં અકસ્માતના કિસ્સા દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે હવે ફરી એક વાર દાહોદમાંથી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં લીમખેડા નજીક ઢઢેલા ટર્નિગ પોઈન્ટ પાસે હાઈવે પર મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જ્યાં બેકાબૂ બનેલી મહારાષ્ટ્ર નંબરની એક SUV કાર ડિવાઈજર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, તેમાં 3 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં કાર સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે કાર ચાલકનું સારવાર દરમ્યાન મોત થયું છે.
ઘટનાસ્થળે મૃત્યુ પામેલા બંને મૃતદેહોને લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા ચાલકના મૃતદેહને દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નેધરલેન્ડ વિરુદ્ધ ટીમ ઈંડિયા બિંદાસ્ત અંદાજમાં રમશે, બુમરાહ-હાર્દિકને આરામ આપશે?












