રાહુલ ગાંધીના દાવા પર નડ્ડાનો પલટવાર, જાણો શું કહ્યું
JP Nadda: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લગાવવામાં આવેલા આરોપોનો જવાબ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધી સંસદમાં અને દેશના નેરેટિવમાં ગોલ પોસ્ટ બદલી રહ્યા છે, તેમનો ઉદ્દેશ્ય અરાજકતા ફેલાવવાનો છે. 15 દિવસથી સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. આજે જ્યારે એ નક્કી થયું કે જંતર મંતરના મુદ્દે ચર્ચા થશે, તો તેઓ લોકોને ગુમરાહ કરી રહ્યા છે કે ત્યાં ગોળીબાર થયો હતો, પરંતુ વાસ્તવમાં ત્યાં કોઈ ગોળી ચાલી નથી.’
તેમણે વધુમાં ઉમેર્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દરેક વિષય પર જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. SIR પર પણ ચર્ચા માંગવામાં આવી હતી અને તે થઈ, મોંઘવારી પર ચર્ચા માંગી અને તેનો જવાબ આપવામાં આવ્યો ત્યારે તેઓ ભાગી ગયા.
‘રાહુલનો હેતુ અરાજકતા ફેલાવવાનો’
નડ્ડાએ કહ્યું કે, ‘રાહુલ ગાંધી સંસદમાં અને પોતાના નિવેદનોમાં દરરોજ પોતાનું વલણ બદલતા રહે છે. તેમનો હેતુ ચર્ચા કરવાનો નથી, પરંતુ અરાજકતા ફેલાવવાનો છે. સત્રની શરૂઆતમાં જ તેમણે NEET પર ચર્ચાની માંગ કરી હતી. જ્યારે અમે તેના પર સહમત થયા, ત્યારે તેમણે રામ મંદિર ટ્રસ્ટનો મુદ્દો ઉઠાવી દીધો. ત્યારબાદ તેમણે ભારપૂર્વક કહ્યું કે ગૃહ મંત્રી જંતર-મંતરની ઘટના પર નિવેદન આપે. તેમનો ઈરાદો ગૃહને ચાલવા ન દેવાનો છે.’
#WATCH | Delhi: Union Minister JP Nadda says, “…I want to say this clearly to Rahul Gandhi: Do not run away from the discussion. We are ready to discuss every issue inside the House. Furthermore, I would like to ask: Does he not hear the voices of the students in Jharkhand… pic.twitter.com/V5rZaOKSXC
— ANI (@ANI) August 10, 2026
‘રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે ગૃહ ચાલે’
તેમણે આગળ કહ્યું, ‘રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે સંસદનું સત્ર ચાલે, એટલા માટે જ તેઓ છેલ્લા 15 દિવસથી કાર્યવાહી ખોરવી રહ્યા છે અને સાથે જ જંતર-મંતર મુદ્દે ચર્ચા માટે દબાણ કરી રહ્યા છે. આજે જ્યારે જંતર-મંતરના મુદ્દે ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, તો તેમણે જનતા અને દેશને ગુમરાહ કરવાનું શરૂ કરી દીધું અને દાવો કર્યો કે જંતર-મંતર પર ગોળીબાર થયો છે, જ્યારે વાસ્તવમાં એવી કોઈ ઘટના બની જ નથી. ગૃહ મંત્રી દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે. અમારું વલણ હંમેશાં સ્પષ્ટ રહ્યું છે કે ગૃહને ચાલવા દો. જો ગૃહ ચાલશે તો અમે દરેક મુદ્દે જવાબ આપવા માટે તૈયાર છીએ, જેમ કે અમે હંમેશાં આપતા આવ્યા છીએ. અમારો ભૂતકાળનો રેકોર્ડ આનો પુરાવો છે.’
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઝારખંડ વિદ્યાર્થી આંદોલન પર રાહુલ ગાંધી ચૂપ કેમ – જે.પી. નડ્ડા
જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, ‘હું રાહુલ ગાંધીને આ વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, ચર્ચાથી ભાગો નહીં. અમે ગૃહમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. આ ઉપરાંત, હું એ પૂછવા માંગુ છું કે, શું તેમને આજે ઝારખંડના વિદ્યાર્થીઓનો અવાજ સંભળાતો નથી? હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલા બેવડા ધોરણો (બેવડી નીતિ), અરાજકતા ફેલાવવી, નકારાત્મક રાજકારણમાં લીન રહેવું અને એક બિનજવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવવી દેશના ભવિષ્ય કે તેની પ્રગતિ માટે કંઈ પણ સારું નથી કરી રહ્યા. હું આની સખત શબ્દોમાં નિંદા કરું છું.’
આ પણ વાંચો:પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ ઊંઘની જરૂર કેમ છે? કારણ જાણો
આ પણ વાંચો:2027 ODI વર્લ્ડ કપ પહેલા મોટો વિવાદ, ફોર્મેટને લઈને બે ટીમો આમને-સામને












