2027 ODI વર્લ્ડ કપ પહેલા મોટો વિવાદ, ફોર્મેટને લઈને બે ટીમો આમને-સામને
ODI Cricket : ODI વર્લ્ડ કપ 2027 હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે, પરંતુ તે પહેલાં જ એક નવો વિવાદ ઊભો થયો છે. ICC દ્વારા હાલમાં જ તેનું ફોર્મેટ જાહેર કરવામાં આવ્યું છે, જે ઘણી ટીમોને પસંદ નથી આવી રહ્યું. આ ફોર્મેટને લઈને સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે તેમના તરફથી જે પ્રશ્નો કરવામાં આવ્યા હતા, તેનો પણ જવાબ તેમને હજુ સુધી મળ્યો નથી.
ICC એ ODI વર્લ્ડ કપ 2027 ના ફોર્મેટમાં કર્યો બદલાવ
ICC દ્વારા હાલમાં જ આગામી વનડે વર્લ્ડ કપના ફોર્મેટની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. હવે આ ICC ટૂર્નામેન્ટમાં 10 નહીં, પરંતુ કુલ મળીને 14 ટીમો ભાગ લેશે. પરંતુ મુશ્કેલી એ છે કે નવા ફોર્મેટમાં નાની ટીમોએ ઘણા રાઉન્ડમાંથી પસાર થવું પડશે, ત્યારે જઈને તેમને વર્લ્ડ કપની મેચો રમવાની તક મળશે. ખાસ કરીને એસોસિએટ દેશો માટે તો મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે.
સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સની ICC સાથે થઈ ચૂકી છે મીટિંગ
આ દરમિયાન ક્રિકબઝના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ સિવાય કેટલીક અન્ય ટીમો તરફથી આ અંગે ICC સાથે 2 વાર બેઠક થઈ ચૂકી છે અને તેમના દ્વારા નવા ફેરફારોની માહિતીની સાથે પ્રક્રિયા સ્પષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 અઠવાડિયાનો સમય વિતી ગયા પછી પણ હજુ સુધી તેમને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ બાબતને બંને ક્રિકેટ બોર્ડે નિરાશાજનક ગણાવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સુપર સિરીઝમાંથી બહાર થઈ જશે ટીમો
જો નવા ફોર્મેટની વાત કરવામાં આવે તો 14 ટીમોના ફોર્મેટ પહેલા સુપર સિરીઝનું આયોજન કરવામાં આવશે. જેમાં 12, 13 અને 14મા નંબરની ટીમો આપસમાં સુપર સિરીઝ દરમિયાન સામસામે ટકરાશે. જે ટીમ પ્રથમ નંબર પર રહેશે, તે આગળ જશે અને બાકીની બે ટીમો બહાર થઈ જશે. સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સનું કહેવું છે કે આનાથી એસોસિએટ દેશો માટે વર્લ્ડ કપમાં આગળ વધવાની તકો ઘટી જાય છે.
વર્લ્ડ કપ 2027 ના ક્વોલિફાયર ક્યાં યોજાશે, તે હજુ સ્પષ્ટ નથી
સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સની ટીમો વર્લ્ડ કપ 2027 ના ક્વોલિફાયરમાં પહોંચી ચૂકી છે, પરંતુ ક્વોલિફાયર મેચો ક્યાં રમાશે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, જ્યારે વર્લ્ડ કપમાં હવે માત્ર 18 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. બંને બોર્ડનું કહેવું છે કે આટલા ઓછા સમય પહેલાં વચ્ચેથી જ નિયમોમાં ફેરફાર કરવો યોગ્ય નથી. આનાથી ઘણી ખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો:ઈડરની શાળામાં મધ્યાહન ભોજન બાદ 45થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર
આ પણ વાંચો:Mitchell Marsh Record: 1500 રન પૂરા કરીને મિશેલ માર્શે રચ્યો ઇતિહાસ












