પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ ઊંઘની જરૂર કેમ છે? કારણ જાણો
Health Care Tips : સારી તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ લેવી દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે. ઊંઘ દરમિયાન શરીર અને મગજને આરામ મળે છે, જેનાથી પછીના દિવસના કામકાજ માટે ઉર્જા (એનર્જી) જળવાઈ રહે છે. જોકે, દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત એકસરખી હોતી નથી. ઉંમર, દિવસભરની દિનચર્યા અને શારીરિક સ્થિતિ મુજબ ઊંઘની જરૂરિયાત બદલાઈ શકે છે. મહિલાઓ અને પુરુષોની ઊંઘની જરૂરિયાતમાં પણ થોડો તફાવત હોઈ શકે છે. સામાન્ય રીતે મહિલાઓને પુરુષોની સરખામણીએ થોડી વધુ ઊંઘની જરૂર પડી શકે છે. મહિલાઓની ઊંઘ પર ઘણા શારીરિક અને માનસિક ફેરફારોની અસર પણ પડતી હોય છે.
મહિલાઓની ઊંઘ માત્ર કેટલા કલાક ઊંઘ્યા તેનાથી જ નક્કી નથી થતી, પરંતુ ઊંઘ કેટલી સારી અને સળંગ (અવિરત) રહી તે પણ એટલું જ મહત્વનું છે. કેટલીક મહિલાઓની ઊંઘ રાત્રે વારંવાર ઊડી જતી હોય છે, જેના કારણે સવારે ઉઠ્યા પછી પણ થાક અનુભવાય છે. લાંબા સમય સુધી ઊંઘ પૂરી ન થવાથી મૂડ અને રોજના કામકાજ પર અસર પડી શકે છે. ચાલો જાણીએ કે મહિલાઓને પુરુષો કરતાં વધુ ઊંઘની જરૂર શા માટે હોય છે, કયા કારણોસર તેમની ઊંઘ પર અસર થાય છે અને સારી ઊંઘ માટે શું કરવું જોઈએ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મહિલાઓને પુરુષો કરતાં વધુ ઊંઘની જરૂર શા માટે હોય છે?
મહિલાઓને પુરુષો કરતાં થોડી વધુ ઊંઘની જરૂર શા માટે પડી શકે છે, તેની પાછળનું મુખ્ય કારણ શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો અને ઊંઘની પેટર્નમાં રહેલો તફાવત છે. મહિલાઓમાં પીરિયડ્સ, પ્રેગ્નન્સી (ગર્ભાવસ્થા) અને મેનોપોઝ દરમિયાન હોર્મોન્સ બદલાય છે, જેનાથી ઊંઘ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત, બાળકોની દેખરેખ, રાત્રે વારંવાર જાગવું અને રોજિંદી જવાબદારીઓ પણ ઊંઘને ઓછી કરી શકે છે અથવા વચ્ચે-વચ્ચેથી તોડી શકે છે.
મહિલાઓને પુરુષોની સરખામણીએ લગભગ 11 મિનિટ વધુ ઊંઘની જરૂર હોઈ શકે છે, એટલે કે આ તફાવત બહુ મોટો નથી. અહીં વધારે જરૂરી એ છે કે મહિલાઓને પૂરતી અને સારી ગુણવત્તાવાળી ઊંઘ મળે.
મહિલાઓએ સારી ઊંઘ માટે શું કરવું જોઈએ?
સારી ઊંઘ માટે સુવા અને જાગવાનો સમય એકસરખો રાખવાનો પ્રયાસ કરો.
રાત્રે સુતા પહેલાં ફોન કે લેપટોપનો ઉપયોગ ઓછો કરો અને રૂમમાં તીવ્ર પ્રકાશ ન રાખો.
સાંજ પછી ચા, કોફી અને બીજા કેફીનયુક્ત પીણાં ઓછાં લેવાં વધુ હિતાવહ છે.
દિવસ દરમિયાન થોડી શારીરિક પ્રવૃત્તિ (એક્સરસાઇઝ) કરો, પરંતુ સુવાના બરાબર પહેલાં ભારે કસરત ન કરો.
રાત્રે ખૂબ જ ભારે ખોરાક ખાવાથી પણ બચો.
જો લાંબા સમયથી ઊંઘ પૂરી ન થતી હોય, રાત્રે વારંવાર ઊંઘ ઊડી જતી હોય કે દિવસભર ખૂબ જ થાક રહેતો હોય, તો તબીબ (ડૉક્ટર) ની સલાહ લો.
આ પણ વાંચો:2027 ODI વર્લ્ડ કપ પહેલા મોટો વિવાદ, ફોર્મેટને લઈને બે ટીમો આમને-સામને
આ પણ વાંચો:ઈડરની શાળામાં મધ્યાહન ભોજન બાદ 45થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર












