ગુજરાતટ્રેન્ડિંગ

સુરતમાં 6 મહિનાથી બેરોજગાર રત્ન કલાકારે કર્યો આપઘાત

રાજયમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તે વાત નકારી શકાય તેમ નથી. ત્યારે આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સુરતમાં 6 મહિનાથી બેરોજગાર અને બીમારીથી પીડાતા યુવકે મોતની છલાંગ લગાવી લેતા પંથકમાં ભારે ચકચાર જોવા મળી રહી છે. હાલ આ બનાવને લઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને ઘનશ્યામભાઈ રામોલિયા નામના રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે. ઘનશ્યામભાઈ છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતા અને બીમારીના કારણે પણ પરેશાન રહેતા હતા, જેના કારણે તેમણે વહેલી સવારે આ અંતિમ પગલું ભર્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી કાપોદ્રા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:  છોકરીએ વાત કરવાનું બંધ કરી દેતા છોકરાઓ ઘરમાં જઈ પ્રેમિકા પર ગોળીબાર કર્યો

Back to top button