ભૂકંપથી જાપાનમાં ધ્રુજી ઉઠી ધરતી, 7.4 તીવ્રતાના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ

Japan Earthquake: જાપાનના ઉત્તરીય ભાગમાં સોમવાર (20 એપ્રિલ 2026)ના રોજ 7.4 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રાષ્ટ્રીય પ્રસારણકર્તા NHK મુજબ, ભૂકંપ પછી દરિયાકાંઠાના વિસ્તારો માટે તરત જ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઇવાતે પ્રીફેક્ચર અને હોક્કાઇડોના કેટલાક વિસ્તારોમાં સમુદ્રની લહેરો લગભગ 3 મીટર સુધી ઊંચી ઉઠી શકે છે. લોકોને તાત્કાલિક સુરક્ષિત અને ઊંચી જગ્યાએ જવા માટે સૂચના આપવામાં આવી છે.
🔴 #SONDAKİKA | Japonya’da 7.4 büyüklüğünde #deprem meydana geldi. Deprem sonrası #tsunami uyarısı yapıldı.
▪️Depremin derinliğinin düşük oldulu bu yüzden çok şiddetli olduğu söyleniyor
#津波 #地震(Arşiv Deprem Videosu) pic.twitter.com/7QGghviy7S
— Diplomatic War (@diplomaticwar) April 20, 2026
સરકાર અને ઇમરજન્સી સેવાઓ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રશાસન એ પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ભૂકંપ અને સુનામીથી કેટલું નુકસાન થઈ શકે છે. ચેતવણીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સુનામીના મોજા દરિયાકાંઠે આવવા લાગ્યા છે અને તે એક વાર નહીં પરંતુ ઘણી વાર આવી શકે છે. એડવાઇઝરીમાં લોકોને વિલંબ કર્યા વગર તરત જ તે સ્થળ છોડવાની સૂચના આપવામાં આવી છે.
મોજાઓ અંગે ખાસ ચેતવણી
અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે મોજા નક્કી કરેલા સમય કરતાં વહેલા કે મોડા પણ આવી શકે છે અને તેમની ઊંચાઈ અંદાજ કરતાં વધુ પણ હોઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠા અને નદીનાં કિનારે રહેતા લોકોને ત્યાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે પાણીનું સ્તર અચાનક વધી શકે છે. આ કારણે વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: હચમચાવી નાખતી ઘટના: પિતાએ પોતાના 7 બાળકોની ગોળી મારી હત્યા કરી, બધાની ઉંમર 1થી 14 વર્ષ












