Janhvi Kapoor: વ્હાઇટ આઉટફિટ અને બોલ્ડ લુકથી જાહ્નવીએ ઇન્ટરનેટ પર લગાવી આગ

Janhvi Kapoor: શેર કરવામાં આવેલી તસવીરોમાં જાહ્નવી કપૂર સફેદ રંગના ‘સમર સ્પેશિયલ’ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં સ્ટેપ્સ અને બેકલેસ ડિઝાઇન એક્ટ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

આ ગ્લેમરસ આઉટફિટમાં જાહ્નવીએ એકથી ચઢિયાતા એક પોઝ આપીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

પરફેક્ટ સ્ટાઈલિંગ અને એક્સેસરીઝ
પોતાના આ લુકને કમ્પ્લીટ કરવા માટે જાહ્નવીએ મેસી બન (Messy Bun) હેરસ્ટાઇલ અને ગોલ્ડ મલ્ટીકલર ઇયરિંગ્સ કેરી કર્યા છે. લાઈટ મેકઅપ અને ફેસ શાર્પનેસ તેના લુકને વધુ આધુનિક અને સ્ટાઇલિશ બનાવે છે.

જાહ્નવીની આ સ્ટાઈલ જોઈને એવું કહેવું જરાય ખોટું નથી કે તે ફેશનના મામલે તેની મોટી બહેન અને ફેશન આઈકોન સોનમ કપૂરને પણ જોરદાર ટક્કર આપી રહી છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ફિદા

એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહી છે. ફેન્સ આ ફોટા પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. યુઝર્સને જાહ્નવીનો આ ‘સિઝલિંગ’ અને ‘ઇલેક્ટ્રિફાઇંગ’ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો:DRIનો દાણચોરો પર ડિજિટલ પ્રહાર: તરબૂચના બીજ અને વટાણાની દાણચોરી ઝડપાઈ












