ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઓસામાએ સંતાવા માટે પાકિસ્તાન જ કેમ પસંદ કર્યું? જયશંકરે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર કર્યા પ્રહારઃ વિદેશી મીડિયાને પણ લીધી આડેહાથ

નવી દિલ્હી, 11 જૂન, 2025: S. Jaishankar Slams Foreign Media: વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં યુરોપિયન યુનિયન (EU) ના નેતાઓને મળવા માટે બ્રુસેલ્સમાં છે. આ દરમિયાન, એક ન્યૂઝ મીડિયા સાથે વાત કરતા, તેમણે પશ્ચિમી દેશોને અરીસો બતાવ્યો હતો. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પશ્ચિમી દેશોએ કાશ્મીરમાં આતંકવાદ પછી પાકિસ્તાન સામે નવી દિલ્હીની કાર્યવાહીને ભારત વિરુદ્ધ આતંકવાદના મુદ્દા તરીકે જોવી જોઈએ. આ લડાઈને ફક્ત બે પડોશી દેશો વચ્ચેના સરહદી વિવાદ તરીકે ન જોવી જોઈએ.

યુરોપિયન મીડિયા સાથે વાત કરતા, વિદેશ મંત્રીએ યુરોપની બદલાતી ભૂ-રાજનીતિ અને ભવિષ્યમાં બહેતર યુરોપીય સંઘ-ભારત સંબંધોમાં સુધારો થવાની આશા પર પ્રતિબિંબ પાડ્યો હતો.

વિદેશી મીડિયાની કરી ટીકા

વિદેશ મંત્રી એસ. જયશંકરે પહગામ આતંકવાદી હુમલા પછી ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની કાર્યવાહીને બે પરમાણુ સશસ્ત્ર પડોશીઓ વચ્ચેના બદલો લેવાની કાર્યવાહી તરીકે રજૂ કરવા બદલ આંતરરાષ્ટ્રીય મીડિયાની ટીકા કરી હતી. તેમણે એક સવાલના જવાબ રૂપે કહ્યું કે, ‘હું તમને એક વાત યાદ કરાવવા માંગુ છું. ઓસામા બિન લાદેન નામનો એક માણસ હતો. તે વર્ષો સુધી પાકિસ્તાનમાં કેમ રહ્યો? પાકિસ્તાનના કોઈપણ શહેરમાં તે કેવી રીતે સુરક્ષિત અનુભવતો હતો? હું ઈચ્છું છું કે દુનિયા સમજે, આ ફક્ત ભારત-પાકિસ્તાનનો મુદ્દો નથી. તે આતંકવાદ વિશે છે અને આ આતંકવાદ અંતે બધાને પરેશાન કરશે.’

રશિયા અને યુક્રેન મુદ્દે કરી વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વિશે પણ વાત કરી હતી.  જ્યારે જયશંકરને પૂછવામાં આવ્યું કે, યુક્રેન પર રશિયાના સંપૂર્ણ આક્રમણ બાદ ભારતે યુરોપિયન સંઘ અને અન્ય પશ્ચિમી દેશો સાથે મળીને રશિયા સાથે મળીને રશિયા પર પ્રતિબંધકેમ ન લગાવ્યો? જેના જવાબમાં જયશંકરે ભારતનું વલણ પુનરાવર્તિત કરતા કહ્યું કે, ‘યુદ્ધના માધ્યમથી શાંતિ ન આવી શકે. અમે નથી માનતા કે યુદ્ધ દ્વારા મતભેદો ઉકેલી શકાય છે. યુદ્ધના મેદાનમાંથી કોઈ ઉકેલ નહીં નીકળે. એ નક્કી કરવું અમારૂ કામ નથી કે, સમાધાન શું હોવું જોઈએ. મારૂ કહેવું એટલું છે કે, અમે નિર્દેશક ટીકાકાર નથી, પરંતુ અમે બેફિકર પણ નથી.’

આ પણ વાંચોઃ ક્યારેક ‘અસ્પૃશ્ય’ ગણાતા વ્યક્તિ આજે બન્યા ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાઃ ગવઈએ કહ્યુઃ ‘આ જ બંધારણની શક્તિ છે…’

આ પણ વાંચોઃ સૌથી વધુ હિન્દુ વસ્તી ધરાવતા ટૉપ 10 દેશોમાં 5 મુસ્લિમ બહુમતિ દેશઃ આફ્રિકામાં હિન્દુઓની સંખ્યાએ સૌ કોઈને ચોંકાવ્યા

Back to top button