ક્યારેક ‘અસ્પૃશ્ય’ ગણાતા વ્યક્તિ આજે બન્યા ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાઃ ગવઈએ કહ્યુઃ ‘આ જ બંધારણની શક્તિ છે…’

બ્રિટન, 11 જૂન, 2025: CJI Gavai Speech in Oxford University: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાએ મંગળવારે (10 જૂન) ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ‘પ્રતિનિધિત્વથી અમલીકરણ સુધી: બંધારણના વચનને સાકાર કરવા’ વિષય પર પોતાના સંબોધનમાં નગરપાલિકાની એક શાળાથી લઈને સર્વોચ્ચ ન્યાયિક પદ સુધી પોતાની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. અમારી બંધારણ સત્તાને સમતુલિત બનાવવાઅને લોકોની ગરિમા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી હસ્તાક્ષેપ કરવાનું સાહસ રાખે છે. ભારતનું બંધારણ એવા દેખાડો નથી કરતું કે, બધા સમાન છે પરંતુ તે સમાનતા માટે પગલા ભરે છે અને આ પગલાં માટે સાહસ દર્શાવે છે.’
જેને અસ્પૃશ્ય કહેવાતા તેમાંથી એક પાસે ન્યાયતંત્રનું સર્વોચ્ચ પદ
લંડન સ્થિત ઓક્સફર્ડ યુનિયન એક એવી સંસ્થા છે જ્યાં લોકો વિવિધ ઔપચારિક વિષયો પર ચર્ચા કરે છે. તેમણે બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. બી.આર. આંબેડકરની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો. ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું કે, ‘ઘણા દાયકાઓ પહેલા, ભારતના લાખો નાગરિકોને ‘અસ્પૃશ્ય’ કહેવામાં આવતા હતા. તેમને કહેવામાં આવતું હતું કે તેઓ અપવિત્ર છે. પરંતુ, આજે ભારત એ સ્થિતિ પર છે કે, તે અસ્પૃશ્ય કહેવાતા લોકોમાંથી જ એક દેશના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ પદ પર છે અને ખુલીને બોલી શકે છે. ભારતના બંધારણે આ જ કર્યું છે.’
ભારતનું બંધારણ સમાનતાનો દેખાડો નથી કરતું
વધુમાં તેમણે કહ્યું કે, ‘બંધારણ નાગરિકોને કહે છે કે, તેઓ પોતાના માટે બોલી શકે છે, સમાજ અને સત્તાના દરેક ક્ષેત્રમાં તેમનું સમાન સ્થાન છે. બંધારણ ફક્ત કાનૂની ચાર્ટર કે રાજકીય માળખું નથી. તે એક ભાવના, જીવનરેખા, શાહીમાં કોતરેલી એક મૌન ક્રાંતિ છે. બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, જે જાતિ, ગરીબી, બહિષ્કાર અને અન્યાયની ક્રૂર વાસ્તવિકતાઓથી પોતાની નજર નથી ફેરવતું. તે એ વાતનો દેખાડો નથી કરતો કે, ઊંડી અસમાનતાથી ગ્રસિત દેશમાં દરેક સમાન છે. તેના બદલે, તે હસ્તક્ષેપ કરવા, પટકથાને ફરી લખવા, સત્તાને ફરી સંતુલન કરવા અને ગરિમા આપવાનું સાહસ કરે છે.’
ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મુખ્ય ભાષણની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં ‘એડવોકેટ ઑન રેકોર્ડ’ તન્વી દુબે દ્વારા પરિચયથી થઈ હતી, જેમાં ન્યાયિક પ્રક્રિયામાં ટેકનોલોજીની ભૂમિકા અને સમાન પ્રતિનિધિત્વ જેવા વિષયો પર વિદ્યાર્થીઓ સાથે વાતચીતનો સમાવેશ થતો હતો. ચીફ જસ્ટિસ ગવઈ આ અઠવાડિયે બ્રિટનની પોતાની યાત્રા દરમિયાન બંધારણ અને તેના સ્થાયી પ્રભાવ પર ભાષણ આપી રહ્યા છે અને મુખ્ય મહેમાનના રૂપે વિવિધ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડ પ્રવાસ પર શ્રેયસની અવગણનાથી ગાંગુલી લાલઘૂમ, પસંદગીકર્તાને લીધા આડે હાથ












