ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

સૌથી વધુ હિન્દુ વસ્તી ધરાવતા ટૉપ 10 દેશોમાં 5 મુસ્લિમ બહુમતિ દેશઃ આફ્રિકામાં હિન્દુઓની સંખ્યાએ સૌ કોઈને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ 11 જૂન, 2025: Hindu Population Over the World: પ્રખ્યાત સરવે એજન્સી પ્યૂ રિસર્ચના લેટેસ્ટ ધાર્મિક જનસંખ્યાના સરવેમાં એ વાત સામે આવી છે કે, છેલ્લાં એક દાયકામાં (2010-2020)માં દુનિયાભરમાં સૌથી વધુ મુસ્લિમોની વસ્તી વધી છે. જોકે, સરવેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ઈસાઈ, મુસ્લિમ અને ધાર્મિક રીતે બિનસંબંધિત લોકો બાદ ચોથા સ્થાન પર હિન્દુઓની સૌથી મોટી વસ્તી છે. હિન્દુઓની સૌથી વધુ વસ્તી એશિયા-પેસિફિક વિસ્તારમાં છે. અહીં આખી દુનિયાના આશરે 99% હિન્દુ વસવાટ કરે છે. તેમાંથી 95 ટકા ફક્ત ભારતમાં રહે છે. આ સિવાય નેપાળ, મૉરીશિસમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓ વસવાટ કરે છે.

સરવે રિપોર્ટમાં જણાવાયું કે, છેલ્લા દાયકામાં સમગ્ર વિશ્વમાં હિન્દુઓની વસ્તીમાં 12 ટકાનો વધારો થયો છે. એટલે કે હિન્દુઓની વસ્તી 110 કરોડથી વધીને 120 કરોડ થઈ ગઈ છે. સરવે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા દાયકામાં મધ્ય પૂર્વ-ઉત્તર આફ્રિકામાં હિન્દુઓની વસ્તીમાં ઝડપથી વધારો થયો છે અને તેમાં 62 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે, ઉત્તર અમેરિકામાં હિન્દુઓની વસ્તીમાં 55 ટકાનો વધારો થયો છે. એટલે કે, આ વિસ્તારોમાં હિન્દુઓની વસ્તી અન્ય ધર્મોની વસ્તી કરતા વધુ વધી છે.

ટૉપ 10 હિન્દુ વસ્તી ધરાવતા દેશ?

સરવે રિપોર્ટમાં વિશ્વના સૌથી વધુ હિન્દુ વસ્તી ધરાવતા ટૉપ 10 દેશોનો પણ ઉલ્લેખ છે. તે મુજબ, 2020 સુધીમાં, બે હિન્દુ બહુમતી ધરાવતા દેશો, ભારત અને નેપાળમાં હિન્દુઓની સંખ્યા સૌથી વધુ હશે. સરવે અનુસાર, વિશ્વના 94.5 ટકા હિન્દુઓ ભારતમાં રહે છે, જ્યારે દેશની વસ્તીમાં તેમનો હિસ્સો 79% છે. તેવી જ રીતે, નેપાળની વસ્તીમાં બહુમતી હિન્દુઓનો હિસ્સો 81% છે, જે વૈશ્વિક ગુણોત્તરમાં 2 ટકા છે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ આ યાદીમાં સામેલ

સૌથી વધુ હિન્દુ વસ્તી ધરાવતા ટૉપ 10 દેશોમાં બાંગ્લાદેશ ત્રીજા ક્રમે છે, જ્યાં કુલ વસ્તીના 7.9% હિન્દુ છે. પાકિસ્તાન (2.1%) ચોથા ક્રમે, ઇન્ડોનેશિયા (1.6%) પાંચમા ક્રમે, શ્રીલંકા (14.5%) છઠ્ઠા ક્રમે, અમેરિકા સાતમા ક્રમે, મલેશિયા આઠમા ક્રમે, યુનાઇટેડ કિંગડમ નવમા ક્રમે અને યુએઈ દસમા ક્રમે છે, જ્યાં વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો 11.8% છે અને વૈશ્વિક હિન્દુઓના 0.1% અહીં રહે છે.

આ પણ વાંચોઃ ગેંગસ્ટર હાશિમ બાબાની પત્નીની ધરપકડ, દિલ્હી પોલીસે કેમ કરી કાર્યવાહી?

આ પણ વાંચોઃ ખુદને બ્લેક બ્રેડ પિટ ગણાવતા આ ક્રિકેટરે 500થી વધુ મહિલાઓ સાથે બાંધ્યો હતો સંબંધ

Back to top button