જબરો ફેન: હોલિવુડની અભિનેત્રી માટે સુરતમાં તૈયાર કરાવી યુનિક લેબગ્રોન ડાયમંડ રીંગ

સુરત, 19 એપ્રિલ, 2025: સુરત ગુજરાતનું લોકપ્રિય શહેર છે. આ સીટી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં મોખરે છે ત્યારે સુરત શહેર ફરી એકવાર હીરા માટે સમાચારમાં આવ્યું છે. કારણ કે અમેરિકાની એટલે હોલિવુડની પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી માટે ખાસ સુરતમાં યુનિક પિંક ડાયમંડ રીંગ તૈયાર કરવામાં આવી છે. આ રીંગને લઈ હવે અમેરિકામાં પણ ચર્ચાઓ છે. અનેક હોલીવૂડના મેગેઝીનો અને જ્વેલરી ક્રિટિક્સ આ રીંગના ફોટા અને વિગતો માંગતા થયા છે.
ઘણા લોકો ફિલ્મી હીરો-હીરોઈનના ફેન હોય છે. અને પોતાના મનપસંદ અભિનેતા કે અભિનેત્રી માટે ઘણી વસ્તુઓ કરે છે તેવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. એક અમેરિકન ફિલ્મ અભિનેત્રીના ચાહકે પોતાની પ્રિય અભિનેત્રી માટે ખાસ ભેટરૂપે યુનિક પિંક રીંગની માંગણી સુરતની જાણીતી ગ્રીન લેબ ડાયમંડ કંપની પાસે કરી હતી. જેના આધારે બાર જેટલા નિષ્ણાત રત્નકલાકારોની મહેનતથી વિશ્વની સૌથી યુનિક લેબગ્રોન પિંક ડાયમંડ રીંગનો અવતાર થયો છે. પિંક રેર રીંગ માટે ન માત્ર દેશની પરંતુ દુનિયાની નજર સુરત પર સ્થિર થઈ ગઈ છે.
જાણો રીંગમાં શું છે ખાસ
આ રીંગ સંપૂર્ણપણે ડાયમંડથી બનાવવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું ગોલ્ડ, પ્લેટિનમ કે સિલ્વર જેવી ધાતુનો ઉપયોગ કરાયો નથી. આખી રીંગ જ એક અદ્વિતીય પિંક લેબગ્રોન ડાયમંડ છે, જે જ્વેલરીના ઇતિહાસમાં એક નવો પડાવ છે. ફિંગર રીંગ માટે ઉપયોગમાં લેવાયેલો લેબગ્રોન પિંક ડાયમંડ કોઈપણ પ્રકારના કલર ટ્રીટમેન્ટ વગરનો છે. સામાન્ય રીતે લેબગ્રોન ડાયમંડને તૈયાર કર્યા બાદ કલર આપવાની પ્રક્રિયા થતી હોય છે, પરંતુ આ રીંગનો પિંક કલર કુદરતી રીતે જ ઉત્પન્ન થયો છે, જેને “નૉન-ટ્રીટેડ પિંક લેબગ્રોન ડાયમંડ” કહેવાય છે અને એ જાતે જ તેને વિશ્વભરમાં રેર અને કિંમતી બનાવે છે.
આ 9 કેરેટ વજન ધરાવતી લેબગ્રોન પિંક ડાયમંડ રીંગની તૈયારીમાં લગભગ બે મહિનાનો સમય લાગ્યો હતો. સુરતના દઝન જેટલા રત્નકલાકારોએ દિવસે-રાતે મહેનત કરીને આ રીંગને નખશી આપીને આકર્ષક રૂપ આપ્યું છે. તે માત્ર એક આભૂષણ નથી, પણ કલાત્મકતા અને વૈજ્ઞાનિક સફળતાનું પ્રતિબિંબ છે. પિંક ડાયમંડ રીંગની વિશેષતા એ છે કે તે રીયલ રેર સ્ટોનથી પણ વધારે ખાસ છે. કારણ કે તે લેબમાં ઉત્પન્ન થયેલો, કુદરતી રંગવાળો, અને કોઇ ધાતુ વગર એક સાંસે ડાયમંડથી બનેલો આભૂષણ છે.
આ પણ વાંચો..અમદાવાદની VS હોસ્પિટલના 9 ડૉક્ટર સસ્પેન્ડ: કિલીનીકલ રીસર્ચમાં પડાવતા હતા લાખો રૂપિયા












