અમદાવાદની VS હોસ્પિટલના 9 ડૉક્ટર સસ્પેન્ડ: કિલીનીકલ રીસર્ચમાં પડાવતા હતા લાખો રૂપિયા

અમદાવાદ, 19 એપ્રિલ, 2025: અમદાવાદ શહેરમાં AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરોને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે. ક્લિનીકલ રિસર્ચ માટે નેશનલ મેડિકલ કમિશન અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ એથિકલ કમિટીની રચના ન કરાતા સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. કિલીનીકલ ટ્રાયલ કેસમાં વિજિલન્સનાં રિપોર્ટના આધારે પગલા લેવામાં આવ્યા છે.
વી.એસ. હોસ્પિટલમાં DGCIના નિયમોનું ઉલ્લંઘન થતાં કડક પગલાં લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતાં એસોસિયેટ પ્રોફેસર દેવાંગ રાણા, યાત્રી પટેલ, રોહન શાહ, રાજવી પટેલ, દર્શિલ શાહ, શાલીન શાહ, રોહન શાહ, કંદર્પ શાહ, ધૈવત શુક્લને સસ્પેન્ડ કરાયા છે. સૂત્ર મુજબ 9 તબીબો ગેરકાયદે દવાના ક્લિનીકલ ટ્રાયલ કરાયા હતા અને તેની તપાસ કરતાં રિપોર્ટ સામે આવતાં ઘટસ્ફોટ થયો છે. ફાર્મા કંપની (Pharma Company)ઓના સંશોધનનાં નામે કરોડોની લેતીદેતીમાં સંડોવાયેલા દેવાંગ રાણા સહિત કોન્ટ્રાક્ટ પર રખાયેલા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે તત્કાલિન મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાશે.
આ ડોકટરો વીએસ હોસ્પિટલમાં ગેરકાયદે દવાના કિલીનીકલ ટ્રાયલ કરાયા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી જેના કારણે નિસિપલ કમિશનર સમક્ષ તપાસ સમિતિએ રીપોર્ટ રજૂ કર્યો હતો. VS હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખો, કરોડો રૂપિયાની લેતી દેતી કરવામાં ડોક્ટરો સંડોવાયેલા હોવાના આક્ષેપમાં સચ્ચાઇ પૂરવાર થયાં બાદ છેવટે Vsમાં કાર્યકોલોજિસ્ટ તરીકે ફરજ ભજાવતા ડો.દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવાનો અને કોન્ટ્રાક્ટ ઉપર ૨ખાયેલા ૮ ડોક્ટરોને પાણીચું પકડાવી દેવાતા મ્યુનિ. તબીબી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. AMC સંચાલિત VS હોસ્પિટલમાં ફરજ બજાવતા એસોસીએટ પ્રોફેસર ડો. દેવાંગ રાણાને એક્ષ્પર્ટ ફામેકોલોજિસ્ટ તરીકે કામગીરીમાં ગેરશિસ્ત અને ગેરરીતિ આચરવા બદલ તાત્કાલિક અસરથી સરસ્પેન્ડ કરાયા છે તેમજ તત્કાલીન મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો..ક્ષત્રિય આંદોલનથી લાઈમ લાઈટ્સમાં આવેલા પદ્મિનીબા વાળા સામે હનીટ્રેપની ફરિયાદ












