ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં ઈઝરાયલી દૂતાવાસ બહાર ગોળીબાર, વોશિંગટનમાં બે કર્મચારીઓના મૃત્યુ

વોશિંગટન: 22 મે 2025: અમેરિકાની રાજધાની વોશિંગટનમાં Jewish મ્યૂઝિયમ નજીક થયેલા ગોળીબારમાં ઈઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓના મૃત્યુ થયા છે.

આ ગોળીબાર જે મ્યૂઝિયમ બહાર થયો છે, ત્યાં એક કાર્યક્રમ થઈ રહ્યો હતો, જેનું આયોજન અમેરિકી Jewish સમિતિએ કર્યું હતું. એફબીઆઈની જોઈન્ટ ટેરરિઝ્મ ટાસ્કફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલી રાજદૂત ડેની ડેનને આ ઘટના પર પ્રતિક્રિયા આપતા તેને યહૂદીઓ વિરુદ્ધ આતંકી કાર્યવાહી ગણાવી હતી.

હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. અમે આની સક્રિય તપાસ કરી રહ્યા છીએ અને જેમ જેમ અમને ખબર પડશે તેમ તેમ વધુ માહિતી શેર કરીશું. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે હત્યારાઓને ન્યાયના કઠેડામાં લાવીશું.

એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે મને અને મારી ટીમને વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબારની જાણ કરવામાં આવી હતી. અમે MPD સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. પીડિતો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે તમને આ વિશે ટૂંક સમયમાં વધુ માહિતી આપીશું.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર, સેનાએ 3-4 આતંકીઓને ઘેરી લીધા

Back to top button