ટ્રેન્ડિંગનેશનલ

યુદ્ધ ભયાનક બન્યું: ઈઝરાયેલનો તેહરાન પર સીધો હુમલો, ઈરાની રાષ્ટ્રપતિની ઓફિસ અને સુરક્ષા પરિષદની બિલ્ડિંગ પર બોમ્બમારો

નવી દિલ્હી: 3 માર્ચ, 2026: ઈઝરાયેલી સેનાએ મંગળવારે સવારે એક સનસનાટીભર્યું નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન હેઠળ તેમણે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. ઈઝરાયેલી વાયુસેનાએ ઈરાનની રાજધાની તેહરાનમાં સ્થિત રાષ્ટ્રપતિ કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઈમારત પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે.

નેતૃત્વના ગઢ પર ઈઝરાયેલનો પ્રહાર

ઈઝરાયેલી સેનાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “ઈઝરાયેલી વાયુસેનાએ રાત્રિ દરમિયાન ચાલેલા સ્પેશિયલ ઓપરેશનમાં તેહરાનની મધ્યમાં આવેલા ઈરાની ‘આતંકી’ સરકારના લીડરશિપ કમ્પાઉન્ડની અંદરના અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તેને નેસ્તનાબૂદ કરી દીધા છે.”

રાષ્ટ્રપતિ ભવન પર ભારે બોમ્બમારો

સેનાના નિવેદન મુજબ, “આ કમ્પાઉન્ડ પર હુમલા દરમિયાન, ઈરાની રાષ્ટ્રપતિની ઓફિસ અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની બિલ્ડિંગ પર ભારે માત્રામાં બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.” આ હુમલા દ્વારા ઈઝરાયેલે ઈરાનના ઉચ્ચ નેતૃત્વને સીધો સંદેશ આપ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ ભયાનક હુમલાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેહરાનમાં વિસ્ફોટો અને ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે.

આ હુમલા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ઈરાન આ હુમલાનો કેવો વળતો જવાબ આપશે તેના પર આખી દુનિયાની નજર છે.

Back to top button