શું મોટી નાણાંકીય કટોકટી આવશે? ખુદ મધ્યસ્થ બેન્કો પણ ડૂબી જશે! રોબર્ટ કિયોસાકીનો દાવો

ટોક્યો, 20 મે, 2025: ‘Rich Dad Poor Dad’પુસ્તકના વિખ્યાત લેખક અને રોકાણ નિષ્ણાત એવા રોબર્ટ કિયોસાકીએ ફરી એક વખત વૈશ્વિક નાણાંકીય કટોકટી સર્જાવાની ચેતવણી જારી કરી છે. તેમનો દાવો છે કે દુનિયા એક ઊંડા આર્થિક સંકટ તરફ આગળ વધી રહી છે અને આ વખતે કદાચ મધ્યસ્થ બેન્કો પણ પોતાની જાતને બચાવી શકશે નહી.
મધ્યસ્થ બેન્કો ડૂબશે તેને કોણ બચાવશે?
કિયોસાકીએ X પર પોસ્ટમાં કરતા કહ્યું હતું કે જ્યારે 1998માં LTCM (એક મોટું હેજ ફંડ) બરબાદ થયું, ત્યારે વોલ સ્ટ્રીટે તેને બચાવી લીધું હતું. પછી જ્યારે વોલ સ્ટ્રીટ પડી ભાંગી ત્યારે મધ્યસ્થ બેંન્કોએ તેને ટેકો આપ્યો હતો. પણ હવે પ્રશ્ન એ છે કે, “જ્યારે મધ્યસ્થ બેન્કો પોતે જ ડૂબી જશે, ત્યારે તેમને કોણ બચાવશે?”
કટોકટી 1971માં શરૂ થઈ હતી?
કિયોસાકી માને છે કે આ નાણાકીય કટોકટી કોઈ નવી ઘટના નથી. તેના મૂળ 1971માં છે, જ્યારે તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને ગોલ્ડ સ્ટાન્ડર્ડમાંથી ડોલરને દૂર કર્યો હતો. તેમણે કહ્યું, “જ્યારે પણ આર્થિક કટોકટી આવે છે, ત્યારે વાસ્તવિક સમસ્યા ક્યારેય હલ થતી નથી, તેથી દરેક આગામી કટોકટી પાછલા એક કરતા મોટી હોય છે.”
શું વિદ્યાર્થી લોન કટોકટી આગામી આંચકો આપશે?
કિયોસાકીએ, જીમ રિકાર્ડ્સ (નાણાકીય નિષ્ણાત)ને ટાંકતા કહ્યુ કે આગામી કટોકટી 1.6 ટ્રિલિયન ડોલની વિદ્યાર્થી લોન ડિફોલ્ટથી શરૂ થઈ શકે છે. તેણે કહ્યું, “હવે તમારે પોતાને બચાવવું પડશે. બીજું કોઈ બચાવવા આવશે નહીં.”
નકલી પૈસા નહીં, પણ વાસ્તવિક સંપત્તિથી બચો
કિયોસાકીએ વારંવાર ચેતવણી આપી હતી કે ફિયાટ મની એટલે કે કાગળની નોટો પર વિશ્વાસ કરવો મૂર્ખામી છે. તેમણે પોતાના પુસ્તક ‘Rich Dad Poor Dad’ને ટાંકીને કેટલીક વાતોનું પુનરાવર્તન કર્યું હતુ. જેમ કે- “ધનવાન લોકો પૈસા માટે કામ કરતા નથી.” “જે લોકો ફક્ત બચત કરે છે તે હારે છે.”
“સોના, ચાંદી અને બિટકોઈનમાં રોકાણ કરો.”
કિયોસાકીએ લોકોને સલાહ આપી છે કે “લોકોએ સોના, ચાંદી અને બિટકોઇન જેવી વાસ્તવિક સંપત્તિમાં રોકાણ કરવુ જોઇએ, ETF જેવી નકલી વસ્તુઓમાં નહીં.” તેમનું કહેવું છે કે 2012ના પુસ્તક ‘Rich Dad’s Prophecy’માં જે આર્થિક સંકટની આગાહી કરવામાં આવી હતી તે હવે શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે બેન્કોને કોઈ બચાવી શકતું નથી, તો તમને કોણ બચાવશે? તેવો મહત્વપૂર્ણ પ્રશ્ન કિયોસાકીએ આખરે પુછ્યો હતો.
આ પણ વાંચોઃ ટ્રમ્પ વિરોધ કરતા રહ્યા અને આઇફોન ઉત્પાદકે ભારતમાં કરી નાખ્યું રૂ. 13,000 કરોડનું રોકાણ












