IPLટ્રેન્ડિંગ

IPL 2026: ધોનીના ફેરવેલ વચ્ચે હોબાળો, ઈશાન કિશનની હરકતથી CSK ફેન્સ ભડક્યા

IPL 2026:    આઈપીએલ 2026ની 63મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવી પ્લેઓફમાં પોતાની જગ્યા મજબૂત બનાવી લીધી હતી. પરંતુ મેચ બાદ જીત કરતાં વધુ ચર્ચા ઇશાન કિશનની એક કથિત હરકતને લઈને શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઈશાન કિશન CSK ફેન્સ તરફ ઈશારો કરતા જોવા મળ્યા હતા, જેને ઘણા લોકોએ “Go Home” ઈશારો ગણાવ્યો હતો.

ચેપોક સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ચાહકો ધોનીને કદાચ છેલ્લી વખત મેદાન પર જોવા અને તેમને સન્માન આપવા માટે પહોંચ્યા હતા. આવી ભાવનાત્મક ક્ષણે ઈશાનની હરકતને ઘણા ફેન્સે રમતની ભાવનાના વિરોધમાં ગણાવી હતી. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે તેને અસન્માનજનક વર્તન ગણાવી ટીકા કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વિડિયો વાયરલ થયા બાદ ક્રિકેટ ચાહકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે ક્રિકેટ જન્ટલમેન ગેમ છે અને ખેલાડીઓએ દર્શકો પ્રત્યે સન્માનપૂર્ણ વર્તન કરવું જોઈએ. કેટલાક ફેન્સે તો એવું પણ કહ્યું કે ધોની જેવા દિગ્ગજ ખેલાડીના સંભવિત ફેરવેલ દરમિયાન આવી હરકત યોગ્ય મેેસેજ આપતી નથી. જોકે હજી સુધી ઈશાન કિશનના ઈશારાનો સાચો અર્થ શું હતો તે સ્પષ્ટ થયું નથી. ખેલાડી અથવા ફ્રેન્ચાઇઝી તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

મેચની વાત કરીએ તો 181 રનના ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલી હૈદરાબાદ ટીમ માટે ઈશાન કિશન અને Heinrich Klaasen વચ્ચે થયેલી 75 રનની પાર્ટનરશીપ મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી. ઈશાને 47 બોલમાં 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ક્લાસેને 26 બોલમાં 47 રનની ઝડપી ઇનિંગ નોંધાવી હતી. હૈદરાબાદે 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 180 રન બનાવ્યા હતા. Dewald Brevis એ 44 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જ્યારે કાર્તિક શર્માએ 32 રન ઉમેર્યા હતા. Sanju Samson એ પણ 27 રનનું યોગદાન આપ્યું હતું. જોકે બોલરો આ સ્કોર બચાવી શક્યા નહોતા અને ટીમને સીઝનની સાતમી હારનો સામનો કરવો પડ્યો હતો.

13 મેચમાં 12 પોઈન્ટ સાથે હવે ચેન્નઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફમાં પહોંચવાની રાહ ખૂબ મુશ્કેલ બની ગઈ છે.

આ પણ વાંચો : અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી ભેટ: રૂ. 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજના મંજૂર

Back to top button