ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી ભેટ: રૂ. 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજના મંજૂર

Gujarat government’s big gift:  ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી Bhupendra Patel ના માર્ગદર્શન હેઠળ અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીડૉ. પ્રદ્યુમન વાજાના નેતૃત્વમાં રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે રૂ. 18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને વહીવટી મંજૂરી આપી છે.

આ નવી યોજના અંતર્ગત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ વાર્ષિક રૂ. 2.50 લાખથી રૂ. 6 લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિના પરિવારોના અંદાજે 3 હજાર કુમાર વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. અત્યાર સુધી માત્ર રૂ. 2.50 લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓને જ કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળતો હતો. હવે રાજ્ય સરકારે મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને આવક મર્યાદામાં વધારો કર્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ આ યોજના અમલમાં આવશે. પાત્ર વિદ્યાર્થીઓને એકેડેમિક એલાઉન્સ ઉપરાંત માન્ય નોન-રીફન્ડેબલ ફી પણ ચૂકવવામાં આવશે. શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં DBT  પદ્ધતિથી સીધી જમા કરવામાં આવશે.

યોજનાની પાત્રતા મુજબ ધોરણ 10 અથવા 12 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમો માટે 50 ટકા કે તેથી વધુ ગુણ ફરજિયાત રહેશે. સ્નાતક અને ઉચ્ચ અભ્યાસ માટે પણ 50 ટકા કે તેથી વધુ ગુણનું ધોરણ જાળવવું પડશે.

સરકારે યોજના અંતર્ગત અરજીથી લઈને મંજૂરી સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે DBT પોર્ટલ અને સીએમ ડેશબોર્ડ મારફતે મોનિટરિંગ કરવામાં આવશે. જરૂરિયાત મુજબ સાધન અથવા કીટની ખરીદી GeM પોર્ટલ દ્વારા જ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા યોજના માટે 3 હજાર લાભાર્થીઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત યોજનાના અસરકારક અમલ માટે સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : ધ્રાંગધ્રાની મર્ડર મિસ્ટ્રી: પતિ બાળકો છોડી જેઠને ફસાવ્યો, પછી ત્રીજાને પકડી જેઠનું ઢીમ ઢાળી દીધું

Back to top button