IPL 2026: 6,6,6,6,6…, KKRના બેટરે તોફાની ઈનિંગ રમતા 55 બોલમાં 103 રન ફટકાર્યા

Indian Premier League: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત થાય તે પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સની પ્રેક્ટિસ મેચમાં તોફાની બેટિંગ જોવા મળી હતી. પર્પલ નાઈટ્સે ગોલ્ડન નાઈટ્સને રોમાંચક મેચમાં હરાવ્યું હતું. મેચનો હીરો અંગક્રિશ રઘુવંશી રહ્યો હતો. અંગક્રિશે ફક્ત 55 બોલમાં તાબડતોબ બેટિંગ કરીને સદી ફટકારીને મેચને બદલી નાખ્યો હતો. તેની ઇનિંગમાં નવ ચોગ્ગા અને પાંચ ગગનચૂંબી છગ્ગાનો સમાવેશ થતો હતો.
ગોલ્ડન નાઈટ્સે તોફાની શરૂઆત કરી
ગોલ્ડન નાઈટ્સે પ્રથમ બેટિંગ કરતા તોફાની શરૂઆત કરી હતી. ટિમ સીફર્ટ અને સાર્થક રંજને તાબડતોબ રન બનાવ્યા હતા. સીફર્ટે 13 બોલમાં 30 રન બનાવ્યા, જ્યારે સાર્થકે 16 બોલમાં 37 રન બનાવ્યા હતા. જોકે, ટીમે પ્રથમ 10 ઓવરમાં ત્રણ મહતત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે રન રેટ પર અસર પડી. રિંકુ સિંહ (40) અને અનુકુલ રોયના યોગદાનથી ટીમ 20 ઓવરમાં 199 સુધી પહોંચવામાં સફળ રહી હતી. પર્પલ ટીમ માટે વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગીએ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
Yeh toh sirf teaser tha 😉 pic.twitter.com/YXu2idldjO
— KolkataKnightRiders (@KKRiders) March 20, 2026
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પર્પલ નાઈટ્સ ટીમની શરૂઆત ખરાબ રહી
200 રનના ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પર્પલ નાઈટ્સ ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને બીજી જ ઓવરમાં અજિંક્ય રહાણે આઉટ થઈ ગયો હતો. જોકે, ક્રીઝ પર આવેલા અંગક્રિશ રઘુવંશીએ આક્રમક બેટિંગ કરતા 55 બોલમાં 103* રન ફટકારી દીધા હતા. રઘુવંશીએ તેની ઈનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 5 ગગનચૂંબી છગ્ગા ફટાકર્યા હતા. રઘુવંશીને સામા છેડેથી ફિન એલન (23) અને અનુકુલ રોય (અણનમ 28)નો સારો સાથ મળ્યો હતો. પર્પલ નાઈટ્સે 19.2 ઓવરમાં જ 203 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
આ પણ વાંચો: રેમન્ડના ચેરમેન ગૌતમ સિંઘાનિયા હોસ્પિટલમાં એડમિટ, બોટ પલટી જતાં થયા ઈજાગ્રસ્ત












