રેમન્ડના ચેરમેન ગૌતમ સિંઘાનિયા હોસ્પિટલમાં એડમિટ, બોટ પલટી જતાં થયા ઈજાગ્રસ્ત

Gautam Singhania Accident: માલદીવ્સમાં સ્પીડબોટ પલટી જતાં રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ હરિ સિંઘાનિયા (Gautam Singhania) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બિઝનેસમેનની ઓફિસ તરફથી આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ગૌતમ સિંઘાનિયાની બોટ પલટી જવાના અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે.
“Gautam Singhania (Managing Director of the Raymond Group) suffered minor injuries following an accident. He is recovering under due care in Mumbai”: Spokesperson for Gautam Singhania
— ANI (@ANI) March 20, 2026
આ ઘટના સ્થાનિક સમય અનુસાર શુક્રવારે (20 માર્ચ 2026) માલદીવ્સના વી ફેલિધૂ વિસ્તાર નજીક બની હતી. પ્રવાસીઓને લઈ જતી સ્પીડબોટ સમુદ્રમાં પલટી ગઈ હતી. આ બોટમાં ભારત, બ્રિટન અને રશિયાના પ્રવાસીઓ સહિત કુલ 7 લોકો સવાર હતા. અગાઉના અહેવાલો મુજબ ઘટના સ્થાનિક સમય અનુસાર ગુરુવારે (19 માર્ચ 2026)રાત્રે 11 વાગ્યાની આસપાસ આ બની હતી.
મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યા
આ દુર્ઘટનામાં ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક બચાવીને મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઓફિસના પ્રવક્તાના સ્ટેટમેન્ટ મુજબ ‘સિંઘાનિયા સ્વસ્થ થઈ રહ્યા છે પરંતુ બિઝનેસમેનને ક્યાં અને કેવી રીતે અથવા કઈ ઈજા પહોંચી છે તે જણાવવામાં આવ્યું નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગૌતમ સિંઘાનિયા કોણ છે?
ગૌતમ સિંઘાનિયા દેશના જાણીતા ઉદ્યોગપતિઓમાંના એક છે. તેઓ રેમન્ડ ગ્રુપના માલિક છે, જે દેશભરમાં કપડાંની દુકાનો ધરાવતી કંપની છે અને કાપડ ઉદ્યોગમાં એક મોટું નામ છે. ગૌતમ સિંઘાનિયા એક ઉત્સાહી રેસ કાર ડ્રાઇવર પણ છે. તેમણે ઘણી વખત રેસિંગ ટ્રેક પર પોતાની કાર રેસ કરી છે અને આ શોખ માટે જાણીતા છે. હાલમાં જ ગૌતમ સિંઘાનિયા તેમના બિઝનેસના સમાચાર કરતાં અંગત જીવન માટે વધુ સમાચારમાં રહ્યા છે. તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી છૂટાછેડાના સમાચાર હેડલાઇન્સ બન્યા હતા. આ મામલો ઘણા સમય સુધી મીડિયામાં રહ્યો હતો.
આ પણ વાંચો : ભારતમાં આતંકી હુમલો કરવાનું કાવતરું ઘડનારા ISIના જાસૂસોની ધરપકડ












