ChatGPTનો 80s ટ્રેન્ડે ધૂમ મચાવી, આ રીતે 90s લુક પણ બનાવો

80s Photo Trend : સોશિયલ મીડિયા પર હાલમાં 80ના દાયકાના ફોટા (80s Photo Trend)ને AIની મદદથી નવા અંદાજમાં બનાવવાનો ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો પોતાના સામાન્ય ફોટાને જૂના જમાનાની ફેશન, હેરસ્ટાઇલ અને ફિલ્મ કેમેરાના લુક સાથે ફરીથી તૈયાર કરી રહ્યા છે.
જો તમને પણ 80sની સાથે 90s અને 2000ના દાયકાની યાદોને ફોટામાં કેદ કરવી હોય, તો ChatGPTના Images ફીચર (ChatGPT Images)ની મદદથી આ પ્રકારના લુક સરળતાથી બનાવી શકાય છે.
90s સ્ટુડિયો પોર્ટ્રેટ
Transform my uploaded photo into an authentic 1990s studio portrait. Keep my facial features, identity, skin tone and natural expression recognisable. Give me a classic 1990s hairstyle and outfit, with a simple studio backdrop, soft but slightly harsh studio lighting and the look of a photograph taken on a consumer film camera. Add subtle analogue grain, slightly faded colours and mild imperfections. Avoid a modern digital photography look.
પહેલા પ્રોમ્પ્ટમાં તમારા ફોટાને અસલી 1990ના દાયકાના સ્ટુડિયો પોર્ટ્રેટમાં બદલવાનું કહી શકાય છે. તેમાં ચહેરાના ફીચર્સ, ઓળખ અને સ્કિન ટોન (Skin Tone)ને મૂળ ફોટા જેવા જ રાખવાની સૂચના આપી શકાય.
90sની હેરસ્ટાઇલ અને કપડાં સાથે સાદું સ્ટુડિયો બેકગ્રાઉન્ડ, ફિલ્મ કેમેરા જેવી લાઇટિંગ (Film Camera Lighting), હળવો એનાલોગ ગ્રેન (Analog Grain) અને થોડા ફેડેડ કલર્સ આપવાથી ફોટાને જૂના કેમેરાથી પડેલા ફોટો જેવો લુક મળી શકે છે.
90sની હોલિડે તસવીર
બીજા પ્રોમ્પ્ટથી તમારા ફોટાને 90ના દાયકાની ફેમિલી હોલિડે તસવીરમાં ફેરવી શકાય છે. તેમાં જૂના સમયના વેકેશન કપડાં, ગરમ રંગો, થોડું વોશ્ડ-આઉટ લુક, એનાલોગ ગ્રેન અને નેચરલ પોઝ રાખવાની સૂચના આપી શકાય.
Turn my photo into a candid holiday photograph from the 1990s. Preserve my face and identity. Give me authentic 1990s vacation clothing and place me in a sunny travel setting. Use the characteristics of a consumer film camera, including slightly washed-out highlights, warm colours, analogue grain, imperfect framing and natural candid body language. Make it look like a genuine family vacation photograph.
આ રીતે તૈયાર થયેલો ફોટો આજના પરફેક્ટ ડિજિટલ ફોટા કરતાં 90sના સામાન્ય ફિલ્મ કેમેરાથી લેવામાં આવેલી યાદગાર તસવીર જેવો દેખાઈ શકે છે.
90s બોલિવૂડ સ્ટાઇલ
90ના દાયકાની બોલિવૂડ (Bollywood) ફેશન પસંદ કરતા લોકો માટે ત્રીજો પ્રોમ્પ્ટ ખાસ રસપ્રદ છે. તેમાં પોતાના ફોટાને 1990sની ભારતીય ફિલ્મોથી પ્રેરિત ગ્લેમરસ પોર્ટ્રેટમાં બદલવા માટે કહી શકાય.
તેમાં તે સમયની ફેશન, હેરસ્ટાઇલ અને જ્વેલરી સાથે ડ્રામેટિક સ્ટુડિયો લાઇટિંગ, સોફ્ટ ફોકસ અને રિયલિસ્ટિક ફિલ્મ ગ્રેન (Film Grain) ઉમેરવાની સૂચના આપી શકાય છે.
Turn my uploaded photo into a glamorous 1990s Indian film-inspired portrait. Preserve my facial identity and natural features. Give me authentic 1990s Indian fashion, hairstyle and accessories. Use dramatic studio lighting, rich but slightly faded colours, soft focus and realistic analogue film grain. The photograph should feel inspired by a 1990s Bollywood magazine or film publicity shoot, without looking like a modern photograph with a vintage filter.
#4: Early-2000s Y2K fashion shoot: Transform my uploaded photo into an early-2000s Y2K fashion editorial. Keep my facial features, identity and natural appearance recognisable. Dress me in authentic Y2K fashion featuring denim, metallic details, statement accessories and glossy textures. Use bright studio lighting, a slightly cool colour palette and the visual style of an early-2000s fashion magazine. Add subtle digital-camera noise while keeping the image realistic.
Early 2000s Y2K ફેશન
ચોથા પ્રોમ્પ્ટમાં ફોટાને Y2K ફેશન (Y2K Fashion) શૂટમાં ફેરવી શકાય છે. ડેનિમ, મેટાલિક ડિટેલ્સ, સ્ટેટમેન્ટ એક્સેસરીઝ અને ગ્લોસી ટેક્સચર્સ સાથે શરૂઆતના 2000ના દાયકાની ફેશનને ફરીથી ક્રિએટ કરી શકાય છે.
સાથે બ્રાઇટ સ્ટુડિયો લાઇટિંગ, થોડો કૂલ કલર ટોન અને શરૂઆતના ડિજિટલ કેમેરાનો નેચરલ નોઇઝ (Digital Camera Noise) આપવાથી તે સમયના ફેશન મેગેઝિન જેવો લુક મેળવી શકાય છે.
2000s પોપ-સ્ટાર લુક
પાંચમા પ્રોમ્પ્ટથી તમારા ફોટાને 2003થી 2006ની આસપાસના પોપ-સ્ટાર પ્રમોશનલ ફોટોશૂટ (Pop-Star Photoshoot) જેવો લુક આપી શકાય છે.
Turn my uploaded photo into an early-2000s pop-star promotional photoshoot. Preserve my facial identity and natural features. Give me authentic Y2K fashion, glossy makeup and period-appropriate accessories. Use dramatic studio lighting, metallic and pastel elements, soft-focus effects and the slightly artificial quality of early digital photography. Make it look like a promotional photograph from around 2003–2006.
Y2K ફેશન, ગ્લોસી મેકઅપ, મેટાલિક અને પેસ્ટલ એલિમેન્ટ્સ, સોફ્ટ-ફોકસ ઇફેક્ટ અને શરૂઆતની ડિજિટલ ફોટોગ્રાફીની સ્ટાઇલનો ઉપયોગ કરીને આ લુક બનાવી શકાય છે.
ChatGPTમાં આવા ફોટા કેવી રીતે બનાવશો?
આ માટે ChatGPTમાં Images સેકશન ખોલો, પોતાનો ફોટો અપલોડ કરો અને તમારી પસંદગીનો પ્રોમ્પ્ટ લખો. ત્યારબાદ Enter દબાવતા AI તમારા ફોટાને આપેલી સ્ટાઇલ મુજબ બદલવાનો પ્રયાસ કરશે.
જો પ્રથમ પરિણામ તમારી અપેક્ષા મુજબ ન આવે, તો તેમાં વધુ સૂચનાઓ ઉમેરીને હેરસ્ટાઇલ, કપડાં, બેકગ્રાઉન્ડ, લાઇટિંગ અથવા કલર ટોનમાં ફેરફાર કરાવી શકાય છે.
આ ટ્રેન્ડની ખાસિયત એ છે કે માત્ર 80s જ નહીં, પરંતુ 90s અને Y2K યુગની ફેશન અને ફોટોગ્રાફી સ્ટાઇલને પણ થોડા શબ્દોના પ્રોમ્પ્ટથી ફરીથી જીવંત કરી શકાય છે.
આ પણ વાંચો : નેપાળ આફત વચ્ચે આશાનું કિરણ બન્યું ભારત, 130 ટન સામગ્રી સાથે 54 એક્સપર્ટ પહોંચ્યા












