ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શું ડિસેમ્બરમાં ઘટશે વ્યાજ દર ઘટશે? સસ્તી થશે હોમ લોન? જાણો અર્થશાસ્ત્રીઓ શું કહે છે?

નવી દિલ્હી, 28 નવેમ્બર, 2025: બેન્કમાંથી લોન લેનારાઓ અને લોનના હપ્તા ભરનારાઓ કરોડો લોકોને 5 ડિસેમ્બરની પ્રતીક્ષા છે. હકીકતમાં આ તારીખે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની મોનેટરી નીતિની ઘોષણા કરશે. એવી મજબૂત સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે વ્યાજ દરોમાં ઘટાડો કરીને લોકોને રાહત આપશે. આ અંગે ન્યુઝ એજન્સી રોઇટર્સએ અર્થશાસ્ત્રીઓનો સર્વે કર્યો છે, જેમાં મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI વ્યાજમાં ઘટાડો કરશે. અર્થશાસ્ત્રીઓનું માનીએ તો RBI 5 ડિસેમ્બરે પોતાની રેપો રેટમાં 25 બેઝિઝ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે, એવામાં વ્યાજ દર 5.25 ટકા થઇ જશે અને આ દર 2026 સુધી રહેશે.

જો આવું થાય, તો હોમ લોનથી લઈને કાર લોન સુધીની તમામ બેંક લોન સસ્તી થશે, અને હાલની હોમ લોન પર EMI પણ ઘટશે.

ફુગાવો એક મુખ્ય પરિબળ

હકીકતમાં, ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર ઘટાડો અને GST દરોમાં ઘટાડાને કારણે, ઓક્ટોબરમાં ફુગાવો 0.25%ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા વધુ વધી ગઈ છે.

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ ચાલુ સપ્તાહે કહ્યું હતું કે તાજેતરના આર્થિક ડેટા સૂચવે છે કે વ્યાજ દરમાં ઘટાડા માટે હજુ પણ જગ્યા છે. RBI એ વર્ષના પહેલા ભાગમાં વ્યાજ દરમાં કુલ 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જો કે, ઓગસ્ટ અને ઓક્ટોબર નીતિઓમાં વ્યાજ દરમાં ઘટાડા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

સર્વેમાં કેટલા લોકો તરફેણમાં છે

આ દરમિયાન, 18-26 નવેમ્બર દરમિયાન રોઇટર્સ દ્વારા સર્વે કરાયેલા 80 માંથી 62 અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી હતી કે RBI 3-5 ડિસેમ્બર વચ્ચે યોજાનારી નીતિ બેઠકમાં રેપો રેટ ઘટાડીને 5.25% કરશે.

ઘણી બ્રોકરેજ કંપનીઓએ અગાઉ દરમાં ઘટાડાની આગાહી કરી છે. મોર્ગન સ્ટેનલીએ RBIની ડિસેમ્બર 2025ની પોલિસી મીટિંગમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડાની આગાહી કરી છે. જો આ ઘટાડો થશે, તો ડિસેમ્બરમાં રેપો રેટ ઘટીને 5.25 ટકા થઈ જશે.

આ પણ વાંચોઃ સેબીની કડક કાર્યવાહીઃ નિયમોને નેવે મુકનાર 68 ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના રજિસ્ટ્રેશન રદ

Back to top button