ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

વિદેશી નાણાંથી ભારતનો ખજાનો છલોછલ, જાણો કંગાળ પાકિસ્તાનના હાલમાં શું છે હાલ

નવી દિલ્હી, 23 ઓગસ્ટ, 2025: ભારતની વિદેશી મુદ્રા ભંડાર 15 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 1.48 અબજ ડોલર વધીને 695.10 અબજ ડોલર થયો હતો. આ પહેલાના સપ્તાહમા 4.74 અબજ ડોલરનો વધારો થયો હતો અને તે 693.61 ડોલરના સ્તરે સ્પર્શી ગયો હતો. વિદેસી મુદ્રા ભંડારનો સૌથી મોટો હિસ્સો એટલે કે વિદેશી ચલણ સંપત્તિ ચાલુ સપ્તાહે 1.92 અબડ ડોલર વધીને 585.90 અબજ ડોલર પહોંચી ગઇ છે. તેમાં યૂરો, પાઉન્ડ અને યેન જેવી અમેરિકી સિવાયની મુદ્રાઓમાં ઉતર ચડનો પણ સમાવેશ થાય છે.

છોલછલ થઇ દેશની તિજોરીતે જ સમયે, સોનાનો ભંડાર 493 મિલિયન ડોલર ઘટીને 85.66 અબજ ડોલર થયો છે. આ ઉપરાંત, સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 41 મિલિયન ડોલર વધીને 18.78 અબજ ડોલર થયો છે અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) પાસે ભારતની અનામત 15 મિલિયન ડોલરથી વધીને 4.75 અબજ ડોલર થઇ છે.

પાકિસ્તાનમાં પરિસ્થિતિ શું છે?

બીજી તરફ, પાકિસ્તાનમાં પણ વિદેશી હૂંડિયામણ ભંડારમાં થોડો સુધારો થયો છે. 15 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનનું હોલ્ડિંગ 13 મિલિયન ડોલર વધીને 14.256 અબજ ડોલર થયું છે.

સેન્ટ્રલ બેંક ઓફ પાકિસ્તાન દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ત્યાંનો વિદેશી હૂંડિયામણ ભંડાર એટલે કે ફોરેક્સ રિઝર્વ 19.571 અબજ ડોલર થઇ છે. આમાં વેપારી બેંકોનો હિસ્સો લગભગ 5.315 અબજ ડોલર છે. ટ્રેડ સિક્યોરિટીઝ અનુસાર, પાકિસ્તાનનો કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર 19.6 અબજ ડોલર છે, જે 2.32 મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતો છે.

વિદેશી હૂંડિયામણ ભંડાર શું છે?

નોંધનીય છે કે કોઈપણ દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર એ ડોલર, યુરો જેવી વિદેશી ચલણો તેમજ સોનું અથવા દેશની કેન્દ્રીય બેંક અથવા નાણાકીય ઓથોરિટી દ્વારા રાખવામાં આવતી અન્ય સંપત્તિઓનો સંગ્રહ છે. વિદેશી હૂંડિયામણ ભંડારનો મુખ્ય હેતુ રૂપિયા જેવી ચલણોને સ્થિર રાખવાનો અથવા તેને ઘટતા અટકાવવાનો તેમજ આંતરરાષ્ટ્રીય વેપારમાં ચુકવણી કરવાનો અને આર્થિક કટોકટીનો સામનો કરવાનો તેમજ ચુકવણી ખાધના સંતુલનને પહોંચી વળવા માટે સલામતી કવચ પૂરું પાડવાનો છે.

આ પણ વાંચોઃ જાપાનની સોફ્ટબેન્ક ઇન્ટેલમાં કરશે 2 અબજ ડોલરનું રોકાણ, ઘોષણા બાદ કંપનીના શેરમાં કડાકો

Back to top button