જાપાનની સોફ્ટબેન્ક ઇન્ટેલમાં કરશે 2 અબજ ડોલરનું રોકાણ, ઘોષણા બાદ કંપનીના શેરમાં કડાકો

નવી દિલ્હી, 23 ઓગસ્ટ, 2025: જાપાનની ટેકનોલોજી દિગ્ગજ સોફ્ટબેન્ક ગ્રુપ ચિપ ઉત્પાદક ઇન્ટેલમાં 2 અબજ ડોલરની હિસ્સેદારી લેવા માટેની તૈયારી કરી રહી છે. કંપનીએ ગઇકાલે આ સમજૂતિની માહિતી આપી હતી. સોફ્ટ બેન્ક એવી કંપનીઓમાં રોકાણ કરે છે જેમાં તેને લાંબા ગાળાના સંભાવનાઓ દેખાતી હોય.
રોકાણની જાહેરાત પછી શેરમાં ઘટાડો
સોફ્ટબેંકના આ પગલાનો હેતુ યુએસ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને અદ્યતન ટેકનોલોજીમાં તેની હાજરી મજબૂત કરવાનો છે. આ જાહેરાત પછી મંગળવારે બંને કંપનીઓના શેર ઘટ્યા હતા. મંગળવારે ટોક્યોમાં સોફ્ટબેંકના શેર 2.2 ટકા ઘટ્યા હતા, જ્યારે સોમવારે ઇન્ટેલના શેર ન્યૂ યોર્કમાં 3.7 ટકા ઘટ્યા હતા.
US સરકાર ઇન્ટેલમાં રોકાણ કરી શકે છે
આ સોદો એવા સમયે થવા જઈ રહ્યો છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે US સરકાર ઇન્ટેલમાં હિસ્સો ખરીદવાનું વિચારી શકે છે. ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી યુએસમાં સોફ્ટ બેંકનું રોકાણ વધી રહ્યું છે. ફેબ્રુઆરીમાં, કંપનીના ચેરમેન માસાયોશી સને ટ્રમ્પ, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન અને ઓરેકલના લેરી એલિસન સાથે મળીને સ્ટારગેટ નામના AI વિકસાવવા માટેના પ્રોજેક્ટમાં 500 અબજ ડોલર સુધીના મોટા રોકાણની જાહેરાત કરી હતી.
સોફ્ટ બેંકનો સોદો થયો શેરદીઠ 23 ડોલરના ભાવે
સોફ્ટબેંક ઇન્ટેલના ઓર્ડીનરી શેરને 2 અબજ ડોલરમાં ખરીદવાની યોજના ધરાવે છે. આ માટે, તેણે પ્રતિ શેર 23 ડોલર ચૂકવવા પડશે. એક અહેવાલના અનુસાર સેમિકન્ડક્ટર દરેક ઉદ્યોગનો પાયો છે. આ વ્યૂહાત્મક રોકાણ અમારા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે કે અમેરિકામાં અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન અને પુરવઠો વધુ વધશે. ઇન્ટેલ આમાં મોટી ભૂમિકા ભજવશે.
ઇન્ટેલ ખર્ચ ઘટાડી રહ્યું છે
ઇન્ટેલે સિલિકોન વેલી શરૂ કરવામાં મદદ કરી હતી પરંતુ તે Nvidia Corp અને Advanced Micro Devices Inc જેવા હરીફોથી પાછળ રહી ગઇ છે. હાલમાં, કંપની નવા CEO લિપ-બૂ ટેનના નેતૃત્વમાં હજારો કર્મચારીઓને છટણી કરી રહી છે અને ખર્ચમાં ઘટાડો કરી રહી છે.
2025 ના અંત સુધીમાં 75,000 કર્મચારીઓને છટણી કરવામાં આવશે
ઇન્ટેલ વર્ષના અંત સુધીમાં 75,000 મુખ્ય કર્મચારીઓને છટણી કરવાની યોજના ધરાવે છે. આ 2024માં 99,500 કર્મચારીઓની છટણી કરતા ઓછી છે. કંપનીએ અગાઉ કર્મચારીઓની સંખ્યામાં 15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
યુએસ પ્રમુખ અને ટેનની મુલાકાત
યુએસ પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે ઇન્ટેલના સીઈઓ ટેને રાજીનામું આપવું જોઈએ. જો કે, ગયા અઠવાડિયે ટેનને મળ્યા બાદ, ટ્રમ્પે કહ્યું હતું કે તેમની પાસે “એક સારી યોજના” છે.
આ પણ વાંચોઃ ટોચની ગેમીંગ કંપની, રૂ. 9000 કરોડથી વધુની આવક ધરાવતી Dream11ના પાટીયા પડવાની તૈયારી












