તામિલનાડૂ ગીગ કામદારોને ઇ-સ્કુટર માટે રાહત આપશે

ચેન્નઇ, 15 માર્ચ: ફૂડ અને કરિયાણુ આપવા જવા માટે વધુને વધુ લોકો ઓનલાઇન પ્લેટફોર્મ પર સાઇન અપ કરી રહ્યા છે ત્યારે ભારતનું દક્ષિણ રાજ્ય તામિલનાડૂ ગીગ કામદારોને ઇ સ્કુટર ખરીદવા માટે રૂ. 20 હજારની સબસિડી આપશે.
ગીગ કામદારો એટલે સામાન્ય રીતે છૂટક કામદારો એવો અર્થ થાય છે જેઓ પરંપરાગત રોજગારાદાતા-નોકરીયાતના સબંધથી પર હોય છે તેઓ વિશ્વના પાંચમાં સૌથી મોટા અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા બજાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને કોવિડ રોગચાળા બાદ વધેલી બેરોજગારીએ આ ક્ષેત્રને ભારે વેગ આપ્યો છે.
આ ઉપરાંત તામિલનાડૂ ગીગ કામદારોને અકસ્માતથી થતા મૃત્યુ અને વિકલાંગતા સામે સરભર કરી શકાય તે મટે 150,000 જેટલાને વીમા કવચ પણ પૂરું પાડી રહી છે એમ તામિલનાડૂના નાણાપ્રધાન થાંગમ થેનારસુએ બજેટની રજૂઆત સમયે જણાવ્યુ હતુ.
તેમણે બજેટ દરખાસ્તોમાં જણાવ્યું હતુ કે નવા ઇ-સ્કૂટર ખરીદવા માટે 2,000 ઇન્ટરનેટ-આધારિત સેવા કાર્યકરોને 20,000 રૂપિયાની સબસિડી પ્રદાન કરવા માટે એક નવી યોજના શરૂ કરવામાં આવશે. રાજ્ય કલ્યાણ સંસ્થા સાથે નોંધાયેલા કામદારો આ યોજના માટે પાત્ર બનશે.
ઇલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા ઓલાના ઉત્પાદનોની કિંમત 79,999 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે હરીફ એથરની કિંમતો 99,999 રૂપિયાથી વેચાય છે. રાજ્યએ તેની રાજધાની ચેન્નાઈમાં કે જ્યાં ઉનાળામાં તાપમાન ઘણીવાર 40 ડિગ્રી સેલ્સિયસ (104 ડિગ્રી F)થી વધી જાય છે ત્યાં અને ટેક્સટાઈલ હબ એવા કોઈમ્બતુર જેવા મોટા શહેરોમાં આવા કામદારોના ઉપયોગ માટે લાઉન્જ પણ સ્થાપશે.
તામિલનાડૂ ફૂડ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ ડિલિવરી વર્કર્સ યુનિયનના વડા કે.સી. ગોપીકુમારે, સબસિડી અને કલ્યાણના પ્રયાસોને આવકાર્યા પરંતુ સરકારને વિનંતી કરી કે તેઓ તેમને વધુ કામદારો સુધી લંબાવે તેમજ તેમને વધુ સારી શરતો જેમ કે પેઇડ લીવ પણ પ્રદાને કરે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચોઃ સ્કોડા સામે 1.4 અબજ ડોલરની કર માંગ છતા ભારતમાં ઇવી માટે રોકાણ કરશે












