ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ અને ભાગલપુર વચ્ચે દોડશે નવી ‘અમૃત ભારત એક્સપ્રેસ’, જાણો રૂટ અને સ્ટોપેજ

Ahmedabad News : ભારતીય રેલવે દ્વારા ગુજરાતના ઔદ્યોગિક પાટનગર અમદાવાદ અને બિહારના ‘સિલ્ક સિટી’ ભાગલપુર વચ્ચે અદ્યતન ‘અમૃત ભારત એક્સપ્રેસ’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 26 ઓગસ્ટથી નિયમિત પાટા પર દોડનારી આ ટ્રેન બંને રાજ્યો વચ્ચે અવરજવર કરતા હજારો યાત્રીઓ માટે આર્થિક રીતે પરવડે તેવી અને સુવિધાજનક સફર પૂરી પાડશે. પૂર્વ રેલવેના મતે, પ્રવાસીઓની ભારે ભીડ અને માંગને જોતાં આ નિર્ણય લેવાયો છે, જેનાથી પૂર્વ અને પશ્ચિમ ભારતના વેપાર તેમજ પ્રવાસન કનેક્ટિવિટીને નવું બળ મળશે.

રેલવે પ્રશાસને પૂર્વે સંચાલિત 09447/09448 અમદાવાદ-પટના ક્લોન સ્પેશિયલને હવે નિયમિત સેવા તરીકે અપગ્રેડ કરીને 19423/19424 અમદાવાદ-ભાગલપુર વીકલી અમૃત ભારત એક્સપ્રેસમાં રૂપાંતરિત કરી છે. આ નવી ટ્રેન (નંબર 19423) માટે મુસાફરો 21 ઓગસ્ટથી IRCTC એપ/વેબસાઇટ તેમજ રેલવેના તમામ આરક્ષણ કેન્દ્રો પરથી ટિકિટ બુક કરાવી શકશે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

સમય, કોચ સુવિધા અને મુખ્ય સ્ટોપેજ

આ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આશરે 36 કલાક અને 10 મિનિટમાં પોતાની મુસાફરી પૂર્ણ કરશે, જે 110 થી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનમાં સ્લીપર તેમજ સામાન્ય (અનરિઝર્વ્ડ) શ્રેણીના અત્યાધુનિક કોચ જોડવામાં આવ્યા છે. સમગ્ર પ્રવાસ દરમિયાન આ ટ્રેન ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારના પ્રમુખ સ્ટેશનો પર રોકાણ કરશે, જેમાં ગુજરાત રાજ્યમાં આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા તથા દાહોદ ખાતે મુખ્ય સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

અન્ય રાજ્યોના પ્રમુખ સ્ટોપેજ

આ ટ્રેન પોતાની મુસાફરી દરમિયાન રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ, પંડિત દીન દયાલ ઉપાધ્યાય (DDU), બક્સર, આરા, દાનાપુર, પટના, બખ્તિયારપુર, મોકામા, કિઉલ, અભયપુર, જમાલપુર અને સુલતાનગંજ સ્ટેશનો પર રોકાણ કરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ટ્રેનનું સમયપત્રક (ટાઈમટેબલ)

ટ્રેન નંબર 19423 (અમદાવાદ – ભાગલપુર): 26 ઓગસ્ટ 2026 થી દર બુધવારે સાંજે 6:30 કલાકે અમદાવાદથી પ્રસ્થાન કરશે અને શુક્રવારે સવારે 6:40 કલાકે ભાગલપુર પહોંચશે.

ટ્રેન નંબર 19424 (ભાગલપુર – અમદાવાદ): 28 ઓગસ્ટ 2026 થી દર શુક્રવારે સાંજે 4:45 કલાકે ભાગલપુરથી રવાના થશે અને રવિવારે વહેલી સવારે 5:25 કલાકે અમદાવાદ આવી પહોંચશે.

ગોરખપુર અને દિલ્હી વચ્ચે પણ ટૂંક સમયમાં દોડશે અમૃત ભારત એક્સપ્રેસ

રેલવે મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં જ ગોરખપુર-દિલ્હી રૂટ પર પણ નવી અમૃત ભારત ટ્રેન શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. સામાન્ય તેમજ મધ્યમ વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને આ સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેથી તેઓ કિફાયતી દરે અને આધુનિક સુવિધાઓ સાથે લાંબા અંતરની મુસાફરી આરામદાયક રીતે કરી શકે.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં UGC નિયમો પર કેન્દ્રનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

આ પણ વાંચો:કોલ્ટે-પાટીલ ડેવલપર્સે ઋષિકેશ પરાંદેકરને બનાવ્યા નવા CEO, 24 ઓગસ્ટથી સંભાળશે પદ

Back to top button