ટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં ચોરી કરતાં પકડાઈ ભારતીય યુવતી! રડતાં રડતાં દયાની ભીખ માંગી, પોલીસ ન પીગળી- વીડિયો વાયરલ

નવી દિલ્હી,  1 નવેમ્બર : સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ એવો વીડિયો વાયરલ થઈ જાય છે જે લોકોને ચોંકાવી દે છે. ક્યારેક હસાવી હસાવીને લોટપોટ કરી દેનારો તો ક્યારેક વિચારવા પર મજબૂર કરી દેનારો. આ વખતે ઇન્ટરનેટ પર આવો જ એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક ભારતીય યુવતી સુપર સ્ટોરમાંથી ચોરી કરતાં પકડાઈ જાય છે.

દેખાવમાં સાધારણ લાગતી આ યુવતી જ્યારે પોલીસની સામે આવે છે ત્યારે રડવા લાગે છે અને હાથ જોડીને માફી માંગવા લાગે છે. તેનું કહેવું છે કે તે “પેમેન્ટ કરવાનું ભૂલી ગઈ હતી”, પરંતુ પોલીસે તેની એક ન સાંભળી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને હવે સોશિયલ મીડિયા પર લોકો તેના પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વિદેશી સુપરમાર્કેટમાં ચોરી કરતી પકડાઈ ભારતીય યુવતી

વાયરલ વીડિયો મુજબ, આ ઘટના એક વિદેશી સુપરમાર્કેટની બતાવવામાં આવી રહી છે જ્યાં ભારતીય મૂળની એક યુવતી ખરીદીના બહાને અંદર જાય છે. કેમેરા ફૂટેજમાં જોઈને સ્ટોર મેનેજમેન્ટને તેની કરતૂતની જાણ થઈ જાય છે કે તે ઘણી વસ્તુઓ પોતાની શોપિંગ બેગમાં નાખે છે પરંતુ બિલિંગ કાઉન્ટર પર જતી વખતે અમુક સામાન સ્કેન નથી કરતી. આ પછી તે પેમેન્ટ કર્યા વિના બહાર નીકળવાની કોશિશ કરે છે. ત્યારે જ સિક્યોરિટી ગાર્ડ તેને રોકી લે છે અને તેના બેગની તલાશી લે છે. બેગમાંથી ઘણી એવી વસ્તુઓ મળી આવે છે જેનું તેણે પેમેન્ટ કર્યું ન હતું.

પોલીસ સામે રડવા લાગી, પછી હાથ જોડી દયાની ભીખ માંગી

સ્ટોર મેનેજમેન્ટ તરત જ પોલીસને બોલાવી લે છે. વીડિયોમાં દેખાય છે કે પોલીસકર્મી યુવતીને કહી રહ્યા છે કે “પાછળ ફરો, અમે તમને હથકડી પહેરાવીશું”. આ સાંભળીને યુવતી ગભરાઈ જાય છે. તે હાથ જોડીને વારંવાર કહે છે, ‘સર, હું પે કરવાનું ભૂલી ગઈ હતી, હું હમણાં જ પે કરી દઉં છું.’ પરંતુ પોલીસ તેના આ ખુલાસા પર વિશ્વાસ નથી કરતી. અધિકારીઓ કડકાઈથી કહે છે કે અમને સખ્તાઈ કરવા પર મજબૂર ન કરો.

યુઝર્સનું લોહી ઊકળી ઊઠ્યું

આ વીડિયોને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, તો ઘણા લોકોએ વીડિયોને લાઇક પણ કર્યો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને લઈને જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું… ‘જ્યારે પૈસા નથી તો વિદેશ જાઓ જ છો કેમ?’ અન્ય એક યુઝરે લખ્યું… ‘આવા લોકો જ છે જે વિદેશમાં ભારતની છબી ખરાબ કરે છે.’ તો વળી અન્ય એક યુઝરે લખ્યું… ‘આવા લોકોને ડિપોર્ટ (દેશનિકાલ) કરી દેવા જોઈએ.’

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button