બિઝનેસ

ગ્લોબલ મંદી વચ્ચે ભારતનો ડંકો: ચાલુ નાણાકીય વર્ષમાં નિકાસમાં 15% નો મજબૂત ઉછાળો

India Merchandise Exports: વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને પડકારો વચ્ચે પણ ભારતની નિકાસમાં જોરદાર પ્રગતિ જોવા મળી રહી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રવિવારે મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs) સાથેની બેઠકમાં એક મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે એપ્રિલથી 14 જૂન સુધીના ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભિક ગાળામાં દેશની માલસામાનની નિકાસમાં આશરે 15% નો નોંધપાત્ર વધારો નોંધાયો છે. વાણિજ્ય મંત્રાલય આગામી 15 જુલાઈના રોજ જૂન મહિનાના સત્તાવાર નિકાસ-આયાતના આંકડા જાહેર કરશે.

અમેરિકાના 50% ટેરિફ છતાં નિકાસ મજબૂત

પીયૂષ ગોયલે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમેરિકા દ્વારા 50% જેટલો ઊંચો ટેરિફ લાદવામાં આવ્યો હોવા છતાં, વર્ષ 2025-26 માં ભારતની નિકાસ મજબૂત ગતિએ આગળ વધશે. મે મહિનામાં ભારતની નિકાસ 18% વધીને 45.2 અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જે છેલ્લા 6 (છ) મહિનાની સર્વોચ્ચ સપાટી છે. જોકે, આ ગાળા દરમિયાન વેપાર ખાધ પણ વધીને 28.21 અબજ ડોલર થઈ ગઈ છે. એપ્રિલ-મે 2026-27 દરમિયાન દેશની કુલ નિકાસ 16.09% વધીને 88.91 અબજ ડોલર અને આયાત 15.14% વધીને 145.35 અબજ ડોલર થઈ છે, જ્યારે કુલ વેપાર ખાધ 56.44 અબજ ડોલર નોંધાઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘વિકસિત ભારત’ માટે સીએ સમુદાયને અપીલ

કેન્દ્રીય મંત્રીએ દેશના આર્થિક વિકાસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સક્રિય ભૂમિકા ભજવવા અને ‘વિકસિત ભારત’ ના નિર્માણમાં યોગદાન આપવાની અપીલ કરી હતી. મુંબઈ ઉત્તર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ ગોયલે ઉમેર્યું કે, વિકસિત ભારતની શરૂઆત આપણા પડોશની સફાઈ અને સુધારાથી થાય છે. આ હેતુથી તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓને મુંબઈમાં મોટા પાયે સ્વચ્છતા અભિયાન શરૂ કરવા માટે વિનંતી કરી છે.

આ પણ વાંચો: UAEમાં ભારતીય પાસપોર્ટ અને વિઝા સેવાઓ 5 દિવસ માટે બંધ રહેશે: 26 જૂનથી પ્રક્રિયા સ્થગિત

Back to top button