ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારત-યુએસ સોદોઃ પહેલા તબક્કાની વાત પૂરી, હવે વ્હાઇટ હાઉસને નિર્ણય લેવાનો છે

નવી દિલ્હી, 10 જુલાઇ, 2025: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતિના પહેલા તબક્કાની વાતચીત પૂરી થઇ ગઇ છે એમ જણાવતા પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા કહે છે કે હવે અમેરિકાએ અંતિમ ફેંસલો લેવાનો છે. બન્ને દેશો વચ્ચે વેપાર સમજૂતિ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ હશે કેમ કે તેનાથી વૈશ્વિક બજારને એક મજબૂત સંદેશ મળશે.

શ્રૃંગલાએ એક સમાચાર ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે ભારતે ટ્રમ્પ તંત્ર સાથે વાતચીત શરૂ કરવાની પહેલા ઘણી પહેલા કરી હતી. ટ્રમ્પ પ્રમુખ બન્યાના માજ્ઞ 25 દિવસમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ગયા હતા અને બન્ને પક્ષોએ દ્વિપક્ષીય વેપારને બેગણો કરીને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનો એક પારસ્પરિક રૂપે લાભકારક વેપાર સમજૂતિની દિશામાં કામ કરવાન સંમતિ દર્શાવી હતી.

ભૂતપૂર્વ વિદેશ સચિવે કહ્યું કે, અમે ટ્રમ્પના પહેલા કાર્યકાળથી જ આ સોદા પર કામ કરી રહ્યા છીએ. અમેરિકા એકમાત્ર એવો મુખ્ય ભાગીદાર છે જેની સાથે ભારતે હજુ સુધી વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. અમેરિકાની વ્યાપક ટેરિફ વ્યૂહરચના વિશે વાત કરતા તેમણે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર સ્થાનિક ઉત્પાદનને સુરક્ષિત રાખવા અને આવક વધારવા માટે ટેરિફનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ઓછામાં ઓછા 10 ટકાનો બેઝ રેટ અને કેટલાક કિસ્સાઓમાં ચીન જેવા દેશો પર વધુ ટેરિફ લાદીને, અમેરિકા માત્ર વધુ આવક જ નહીં પરંતુ યુએસ બજારમાં પ્રવેશ માટે અવરોધો પણ ઉભા કરે છે.

21 દેશોને મોકલવામાં આવેલા ટેરિફ પત્રોમાં ભારતનું નામ હજુ સુધી નથી

અમેરિકા અત્યાર સુધીમાં 20 દેશોને ટેરિફ પત્રો મોકલ્યા છે, પરંતુ ભારતનું નામ તેમાં સામેલ નથી. ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ પર હજુ પણ વાતચીત ચાલી રહી છે.

કૃષિ, ડેરી પર વાતચીત અટકી

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે તેમનું વહીવટીતંત્ર ભારત સાથે વેપાર કરારની ખૂબ નજીક છે. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે કૃષિ અને ડેરી ક્ષેત્ર પર વાતચીત અટકી ગઈ છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત તેના કૃષિ અને ડેરી ક્ષેત્રને પણ અમેરિકન ઉત્પાદનો માટે ખુલ્લુ મુકે, પરંતુ ભારત આ માટે તૈયાર નથી.

આ પણ વાંચોઃ અમેરિકાનો ટેરિફ મારો યથાવત્,  બીજા સાત દેશો પર 25થી 30 ટકા ટેરિફ

Back to top button