ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સામે ભારત સરકારનો મોટો નિર્ણય, અમેરિકા માટે તમામ પોસ્ટલ સેવા કરાઈ બંધ

નવી દિલ્હીઃ 31 ઓગસ્ટ, 2025: India-America Postal Services Suspend : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ ઝીંક્યા બાદ ભારતીય પોસ્ટ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદતું હોવાના કારણે અને રશિયા ક્રૂડ ઓઇલથી કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરતું હોવાથી ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝીંક્યો છે, ત્યારે હવે ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા સાથેની તમામ પોસ્ટલ સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ વિભાગે અમેરિકા જતી તમામ કેટેગરીની પોસ્ટ સુવિધા સંપૂર્ણ સસ્પેન્ડ કરી દીધી છે.

અમેરિકા સાથેની તમામ પોસ્ટલ સેવા બંધ

કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયે રવિવારે (31 ઓગસ્ટ) માહિતી શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય પોસ્ટલ વિભાગે અમેરિકામાં મોકલાતા પત્ર, ડોક્યુમેન્ટ્સ અને ગિફ્ટ પ્રોડક્ટ સહિત તમામ કેટેગરીની પોસ્ટલ બુકિંગ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા એરલાઇન્સ દ્વારા અમેરિકામાં સામગ્રી પહોંચાડવામાં આવે છે, જેમાં અનેક મુશ્કેલી આવી રહી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા લાગુ કરાયેલા નિયમો બાદ નિયમનકારી તંત્રનો અભાવ થતા પત્ર, ડોક્યુમેન્ટ્સ અને 100 ડૉલરની મૂલ્યના ગિફ્ટ પ્રોડક્ટ સહિત તમામ શ્રેણીની બુકિંગ સેવા સંપૂર્ણ બંધ કરવાનો આવશે.

તમામ કેટેગરીની ડાક બુકિંગ પર પ્રતિબંધ

22 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, 100 અમેરિકન ડોલર સુધીના મૂલ્યની વસ્તુઓ સિવાય અન્ય તમામ ટપાલ સેવાઓ 25 ઓગસ્ટથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. જોકે, હવે સરકારે તમામ કેટેગરીની ડાક બુકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.

ડાક વિભાગે નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે, સરકાર તમામ સ્થિતિ પર ઊંડાણપૂર્વક નજર રાખી રહી છે અને ટૂંક સમયમાં સેવાઓ ફરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અમેરિકાએ ટેરિફ રાહત પર ખેંચી હતી

નોંધનીય છે કે, અમેરિકન સરકારે 30 જુલાઈએ એક આદેશ કર્યો હતો, જેમાં 800 ડૉલર સુધીની આયાતી વસ્તુઓ પર આપવામાં આવતી ટેરિફ છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. આ નવો નિયમ 29 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. નવા નિયમો મુજબ અમેરિકામાં આવતી તમામ આયાતી વસ્તુઓ પર હવે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમી પાવર એક્ટ (IEEPA) હેઠળ કસ્ટમ્સ ડ્યુટી લાગુ થશે. જોકે, 100 ડૉલર સુધીની વસ્તુઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ જાતિય હિંસા પછી પીએમ મોદી પહેલી વાર મણિપુરની મુલાકાત લેશે, વિસ્થાપિત લોકોને મળશે

આ પણ વાંચોઃ ‘ફોટો સેશન નહીં, અસલી મુદ્દા પર જવાબ જોઈએ…’ મોદી-જિનપિંગ મુલાકાત પર ઓવૈસીના પ્રશ્ન

Back to top button