ટ્રેન્ડિંગનેશનલ

‘ફોટો સેશન નહીં, અસલી મુદ્દા પર જવાબ જોઈએ…’ મોદી-જિનપિંગ મુલાકાત પર ઓવૈસીના પ્રશ્ન

નવી દિલ્હીઃ 31 ઓગસ્ટ, 2025: Asududding Owaisi Question on PM Modi China Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025માં SCO સમિટમાં હાજરી આપી હતી, જ્યાં તેઓ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સહિત વૈશ્વિક નેતાઓને મળ્યા હતા. આ મંચ પર, વડાપ્રધાન મોદીએ આદર અને વિશ્વાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે ચીન સાથે ભારતના સંબંધોના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ છે. જિનપિંગ અને મોદી વચ્ચેની મુલાકાત અંગે, AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, આ બેઠકમાંથી દેશ જે મુદ્દાઓ પર જવાબોની અપેક્ષા રાખતો હતો તેના પર કોઈ નક્કર પરિણામ નથી આવ્યું.

ઓવૈસીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતી વખતે ઘણા ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ઓવૈસીએ કહ્યું કે, સૌથી મહત્ત્વનો પ્રશ્ન ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલું સમર્થન અને CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવવાનો છે. આ અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ નથી મળ્યો.

ચીને કોઈ માહિતી નથી આપી

તેમણે કહ્યું કે, ચીને નદીના પાણી સંબંધિત ડેટા શેર કરવાની ખાતરી પણ નથી આપી. લદ્દાખમાં સરહદની સ્થિતિ એવી છે કે, આજે પણ ભારતના બહાદુર સૈનિકો બફર ઝોનમાં પેટ્રોલિંગ કરી શકતા નથી. આ સાથે જ, 2020થી આપણા પશુપાલકોને ઘણા વિસ્તારોમાં જવાથી અટકાવવામાં આવે છે. ચીને એવું પણ વચન આપ્યું નથી કે, તે ભારતને રેર અર્થ મટેરિયલ અને અન્ય મુખ્ય સામગ્રીનો પુરવઠો ફરી શરૂ કરશે. આ ઉપરાંત, ચીને એવું પણ નથી કહ્યું કે તે ભારતમાંથી આયાત વધારશે.

મોદી-જિનપિંગ મુલાકાત પર કર્યા કટાક્ષ

ઓવૈસીએ મોદી-જિનપિંગની મુલાકાત પર કટાક્ષ કરતા કહ્યું કે, તમામ ભારતીયોના મુદ્દા હતા. ન કે ફોટો સેશન કરવા અથવા જેકેટનો રંગ અથવા કાર્પેટની લંબાઈ નહીં. કમનસીબે, બંને નેતાઓ વચ્ચેની મુલાકાત સાર્થક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં નિષ્ફળ ગઈ.’

આ પણ વાંચોઃ RSS પદ સંચલનમાં હોબાળો, સૂત્રોચ્ચાર અને ભારે વિરોધ વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી

આ પણ વાંચોઃ અમિત શાહે બિહાર ચૂંટણીને લઈને દિલ્હીમાં બોલાવી મહત્ત્વની બેઠક, બંને નાયબ મુખ્યમંત્રી પણ રહેશે હાજર

Back to top button