ટ્રેન્ડિંગ

એશિયન ગેમ્સમાં ભારતનો જલવો, 13મા દિવસે ગોલ્ડની ધમાલ સાથે ટોપ-5માં એન્ટ્રી

Asian games  2026: એશિયન ગેમ્સનો 13મો દિવસ ભારતીય રમતગમત માટે સુવર્ણ દિવસ સાબિત થયો છે. વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારતીય એથ્લેટ્સે એક જ દિવસમાં 6 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 10 મેડલ દેશની ઝોળીમાં નાખ્યા છે. આ શાનદાર દેખાવ સાથે ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 16 પર પહોંચી ગઈ છે અને ભારત મેડલ ટેલીમાં ટોપ-5 માં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. (Asian games  2026)

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મહિલા હોકી: 44 વર્ષ બાદ ઐતિહાસિક ગોલ્ડ અને ઓલિમ્પિક ક્વોલિફિકેશન

ભારતીય મહિલા હોકી ટીમે ફાઈનલ મેચમાં કટ્ટર હરીફ ચીનને 1-0 થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ભારતીય મહિલા હોકી ટીમે પૂરા 44 વર્ષના લાંબા સમયગાળા બાદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ ગોલ્ડ મેડલ સાથે જ ભારતીય ટીમે 2028માં અમેરિકાના લોસ એન્જલસ (LA 2028) ખાતે યોજાનારા ઓલિમ્પિક્સ માટે સીધું ક્વોલિફિકેશન મેળવી લીધું છે.

કુસ્તી: સુજીત કલકલનું અકલ્પનીય કમબેક

પુરુષોના 65 કિગ્રા ફ્રીસ્ટાઇલ વર્ગની ફાઇનલમાં સ્ટાર રેસલર સુજીત કલકલે તઝાકિસ્તાનના પહેલવાન સામે અદ્ભુત પુનરાગમન કર્યું. એક સમયે સુજીત 2-9 થી પાછળ હતો, પરંતુ અંતિમ પળોમાં સતત ત્રણ શાનદાર ટેકડાઉન કરીને 10-9 ના સ્કોરથી મેચ પલટી નાખી દેશ માટે રોમાંચક ગોલ્ડ મેડલ જીત્યો.

આ પણ વાંચો:બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાનો બાલીમાં ગંભીર અકસ્માત, કરોડરજ્જુમાં ફ્રેક્ચર

બોક્સિંગ: રિંગમાં મુક્કેબાજોનો ટ્રિપલ ગોલ્ડ ધમાકો

બોક્સિંગ રિંગમાં ભારતીય મુક્કેબાજોએ વિરોધીઓને કોઈ તક આપી નહીં અને ત્રણ ગોલ્ડ મેડલ કબ્જે કર્યા:

લવલીના બોર્ગોહેન (75 કિગ્રા): પોતાની ઊંચાઈ અને લાંબી પહોંચ (Reach) નો ઉત્તમ ઉપયોગ કરી વિરોધીને જજમેન્ટલ અંતર પર રાખ્યા અને 5-0 ના સર્વસંમત નિર્ણય (Unanimous Decision) થી જીત નોંધાવી.

પરવીન (65 કિગ્રા) & અંકુશ પંગાલ (80 કિગ્રા): બંને મુક્કેબાજોએ કાઉન્ટર-પંચિંગ અને સતત બોડી શોર્ટ્સ મારીને બાઉટ પર નિયંત્રણ જાળવી રાખ્યું.

અંકુશ પંગાલ: પુરુષ 80 કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ.

તીરંદાજી (Archery): સાઉથ કોરિયાને હરાવી ઐતિહાસિક સફળતા

રિકર્વ મહિલા ટીમ સ્પર્ધાની ફાઇનલમાં અંકિતા ભકત, કીર્તિ અને કુમકુમ મોહોદની ત્રિપુટીએ આર્ચરીના પાવરહાઉસ ગણાતા સાઉથ કોરિયાને રોમાંચક મુકાબલામાં હરાવી ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો.

આ ઉપરાંત, ભારતે આર્ચરીના મેન્સ રિકર્વ ટીમ અને મિક્સ્ડ રિકર્વ ટીમ ઇવેન્ટમાં 2 સિલ્વર મેડલ પણ પોતાના નામે કર્યા.

આ પણ વાંચો:અભિજીત દિપકેની મુશ્કેલી વધી? CJP ટીમ સામે પોલીસ ફરિયાદ, જાણો શું છે આરોપ

Back to top button