નેશનલ

અભિજીત દિપકેની મુશ્કેલી વધી? CJP ટીમ સામે પોલીસ ફરિયાદ, જાણો શું છે આરોપ

Abhijeet Dipke: મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક ખાતે મંજૂરી વિના આંદોલન કરવા અને ભીડ એકઠી કરવાનો પ્રયાસ કરવા બદલ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સંસ્થાપક અભિજીત દીપકે સહિત ચાર મુખ્ય વ્યક્તિઓ સામે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.(Abhijeet Dipke)

આ ફરિયાદમાં અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને રત્ના સિંહ ને આરોપી બનાવવામાં આવ્યા છે.

ફરિયાદમાં મુકાયેલા મુખ્ય આરોપો અને કાનૂની મુદ્દા

બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનો ભંગ: ફરિયાદકર્તાના જણાવ્યા મુજબ, શિવાજી પાર્કને સાયલન્સ ઝોન/રિઝર્વ્ડ ગ્રાઉન્ડ જાહેર કરતાં બોમ્બે હાઈકોર્ટે PIL 116/2009 માં 4 જાન્યુઆરી 2013 ના રોજ આપેલા ચુકાદા અને ત્યારપછી મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિર્દેશો હેઠળ આવા રાજકીય કાર્યક્રમો પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ગેરકાયદેસર ભીડ એકઠી કરવાનો પ્રયાસ: સત્તાવાર પોલીસ પરવાનગી ન હોવા છતાં સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા હજારો સમર્થકોને ગેટ નંબર 6 પર એકઠા થવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:કાગડો, ગાય, કૂતરો કે કીડી… શ્રાદ્ધ દરમિયાન કોને પહેલા પંચબલી ભોગ ચઢાવવો?

ફરિયાદમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આને કોઈ પણ રીતે ‘શાંતિપૂર્ણ આંદોલન’ ન કહી શકાય, પરંતુ આ રાજકીય પ્રદર્શનના બહાને જાણીજોઈને અદાલતી આદેશો અને કાયદાની ઐસીતૈસી કરવાનો પ્રયાસ છે.

ફરિયાદકર્તાની દલીલો: ‘બંધારણ અને ન્યાયાલયથી ઉપર કોઈ નથી’

ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે જે લોકો સંવિધાનના રક્ષણની વાતો કરે છે, તેઓ જ સંવિધાન અંતર્ગત સ્થાપિત હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રને ખુલ્લેઆમ પડકારી રહ્યા છે. જો આવા વર્તનને મંજૂરી આપવામાં આવશે તો ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ ન્યાયિક પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી તેને માત્ર ‘શાંતિપૂર્ણ આંદોલન’ નું લેબલ લગાવી કાયદાથી બચવાનો પ્રયાસ કરશે. ફરિયાદકર્તાએ આયોજિત પ્રદર્શનને બોમ્બે હાઈકોર્ટનું સીધું અપમાન (Contempt) ગણાવી કડક કાનૂની પગલાં લેવાની માંગણી કરી છે.

ફરિયાદકર્તાની મુખ્ય દલીલો અને કાનૂની કલમોની માંગણી

સ્થાનિક રહીશ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં મુખ્ય મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. ન્યાયિક પ્રતિબંધો હોવાની જાણ હોવા છતાં જાહેરમાં ભીડ ભેગી કરવા માટે સોશિયલ મીડિયા કેમ્પેઇન ચલાવવું એ ન્યાયાલયની અવમાનના સમાન છે. રહેણાંક વિસ્તાર હોવાને કારણે ગેટ નંબર 6 પર જમાવડાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાવાની અને કાયદો-વ્યવસ્થા જોખમાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આરોપીઓના નામ: ફરિયાદમાં સીજેપીના મુખ્ય ચહેરાઓ અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને રત્ના સિંહ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

બોલિવૂડ અને સિવિલ સોસાયટીની પ્રતિક્રિયા

શુક્રવારે વિરોધ પ્રદર્શન દરમિયાન મનોરંજન અને કલા જગતના કેટલાક જાણીતા ચહેરાઓ (જેમ કે શબાના આઝમી અને સંગીતકાર વિશાલ દદલાની) પણ આ મુદ્દે સમર્થનમાં જોવા મળ્યા હતા. બીજી તરફ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજકીય પક્ષો તરફથી પણ કાયદો-વ્યવસ્થાનું પાલન કરવાની અને કોર્ટના આદેશોનું ઉલ્લંઘન ન કરવાની કડક ચેતવણીઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો:UPI વ્યવહારોમાં કોઈ ઘટાડો નહીં! સપ્ટેમ્બરમાં દરરોજ થઈ ચુકવણી, સમજો ગણિત

Back to top button