ટ્રમ્પની ટેરિફના કારણે અમેરિકાનો વિકાસ દર ઘટીને 1.6 ટકા થઇ જશે

વોશિગ્ટન, 4 જૂન, 2025: વોશિંગ્ટન : ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ડ (ઓઇસીડી)એ પોતાના એક અંદાજમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વૃદ્ધિને કારણે વધતી વેપાર તંગદિલી વચ્ચે 2025માં અમેરિકાનો વિકાસ દર પાછલા વર્ષના 2.8 ટકાને બદલે ઘટીને 1.6 ટકા થઇ જશે.
મંદીનું કારણ ટેરિફ દરોમાં વૃદ્ધિ
ઓઇસીડીએ પોતાના ‘ઇકોનોમિક આઉટલુક ૨૦૨૫’માં જણાવ્યું છે કે મંદીનું કારણ ટેરિફ દરોમાં વૃદ્ધિ છે, જેના લીધે 2026માં અમેરિકાનો વિકાસ દર વધુ ઘટીને ૧.6 ટકા થવાનો અંદાજ છે. નોંધનીય છે કે ટ્રમ્પની નીતિઓને કારણે સરેરાશ અમેરિકન ટેરિફ દરો 2.5 ટકાથી વધીને 15.4 ટકા થઇ ગયો છે. જે 1938 પછી અત્યાર સુધીમાં સૌથી વધારે છે.
ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે વિશ્વમાં વેપાર યુદ્વ વકરવાની અસરને ધ્યાનમાં લઈ ઓઈસીડીએ વિશ્વની આર્થિક-જીડીપી વૃદ્વિમાં ઘટાડો થવાની પણ આગાહી કરી છે.
પેરિસ સ્થિત ઓઈસીડીના અનુસાર નવા ટેરિફ સહિતના પગલાંને લઈ વિશ્વના અર્થતંત્રમાં વૃદ્વિ નોંધપાત્ર રીતે મંદ પડશે અને અમેરિકા પર સૌથી માઠી અસર પડવાની પણ શકયતા છે. ઓઈસીડી દ્વારા વિશ્વના આર્થિક વૃદ્વિનો અંદાજ વર્ષ 2024માં ૩.૩ ટકા મૂકાયો હતો. જે હવે 2025 અને 2026માં માત્ર 2.9 ટકા રહેવાની આગાહી કરવામાં આવી છે.
વૈશ્વિક નાણા બજારોમાં ડામાડોળ સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, ઓઈસીડી દ્વારા અગાઉ માર્ચમાં વૈશ્વિક આર્થિક વૃદ્વિનો અંદાજ 3.1 ટકા અને વર્ષ 2026 માટે 3.0 ટકા મૂકાયો હતો. જોકે ત્યાર બાદ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા અનેક ટેરિફ વિશ્વ પર લાદીને વૈશ્વિક નાણા બજારોમાં ડામાડોળ સ્થિતિ સર્જી છે. ઓઈસીડીના મતે વૈશ્વિક આઉટલૂક વધુને વધુ પડકારરૂપ બની રહ્યું છે. વેપાર અડચણોમાં નોંધનીય વધારો થયો છે, નાણા સ્થિતિ મુશ્કેલ બની રહી છે. બિઝનેસ અને ગ્રાહક વિશ્વાસ ઘટયો છે અને નીતિઓની અસાધારણ અનિશ્ચિતતાની સ્થિતિ ઊભી થઈ હોઈ તેની નેગેટીવ અસરો અપેક્ષિત છે.
આ પણ વાંચોઃ 4 જૂન, 2025: ધનુ રાશિના લોકો જીવનસાથી સાથે સમય વીતાવે












