અભિજીત દિપકે મામલે દિલ્હી પોલીસ એક્શનમાં, હાઈકોર્ટને આપી ખાતરી
CJP PROTEST : કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રમુખ અભિજીત દિપકેએ ફરી એકવાર રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. CJP દ્વારા 16 ઓક્ટોબર એટલે કે આવતીકાલે ફરી એકવાર ‘લહેરા દો તિરંગા’ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું છે. દિપકેએ વીડિયો સંદેશ જાહેર કરીને લોકોને 16 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે તિરંગો લઈને કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં પહોંચવાની અપીલ કરી છે.
જોકે, વિરોધ પ્રદર્શન પહેલાં કનોટ પ્લેસમાં સામાન વેચતા દુકાનદારોએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને આ વિરોધ પ્રદર્શન રોકવાની અપીલ કરી હતી. હાઈકોર્ટે અભિજીત દિપકેને વિરોધ પ્રદર્શન કરતાં રોકવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. જોકે, દિલ્હી પોલીસે કોર્ટને ખાતરી આપી છે કે અભિજીત દિપકેને નિયંત્રિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસને કોર્ટમાં શું કહ્યું?
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે કનોટ પ્લેસમાં આવતીકાલે યોજાનારા વિરોધ પ્રદર્શનના આહ્વાનને ધ્યાનમાં રાખીને કોકરોચ જનતા પાર્ટી અને તેના પ્રમુખ અભિજીત દિપકેને નિયંત્રિત કરવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવશે.
હાઈકોર્ટે દિલ્હી પોલીસના આ નિવેદનને રેકોર્ડ પર લીધું હતું. નોંધનીય છે કે બુધવારે કનોટ પ્લેસમાં CJP દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા અને કાયદા અનુસાર તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
‘દશેરાનો વીકએન્ડ છે’, અરજદારોએ કોર્ટમાં શું કહ્યું?
આ મામલો પાલિકા બજાર અને કનોટ પ્લેસમાં સામાન વેચતા દુકાનદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સામે આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કહ્યું હતું કે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કની વચ્ચે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે. વકીલે દાવો કર્યો હતો કે એવું લાગી રહ્યું છે કે દુકાનદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ વિરોધ પ્રદર્શન માટે યોગ્ય સ્થળ નથી અને દુકાનદારોએ પહેલેથી જ દુકાનો બંધ કરવાનું શરૂ કરી દીધું છે. વકીલે વધુમાં જણાવ્યું હતું કે દશેરાનો વીકએન્ડ હોવાથી આ વિરોધ પ્રદર્શનને રોકવું જોઈએ.
આ પણ વાંચો:ખોટા UPI ID પર મોકલેલા પૈસા આ રીતે પાછા મેળવી શકો, જાણો ફરિયાદ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
ગૃહમંત્રી અમિત શાહને પણ લખ્યો પત્ર
અભિજીત દિપકેના આ વિરોધ પ્રદર્શન સામે ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ પણ વિરોધ નોંધાવ્યો છે. સંગઠને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને કનોટ પ્લેસમાં CJPના ‘લહેરા દો તિરંગા’ માર્ચને મંજૂરી ન આપવા માગ કરી છે. ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ દાવો કર્યો છે કે 10 ઓક્ટોબરના રોજ યોજાયેલા વિરોધ પ્રદર્શનને કારણે વેપારને આશરે 2,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે, આ નુકસાન અંગેનો આંકડો સંગઠન દ્વારા કરવામાં આવેલા દાવા પર આધારિત છે.
આ પણ વાંચો:YouTube-TikTokની સ્પર્ધાથી Netflix પર દબાણ! 1,000 નોકરીઓ જોખમમાં












