ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ચાલુ નાણાંકીય વર્ષમાં દેશની જીડીપી 7 ટકાના દરથી આગળ વધશેઃ ઇકરા

નવી દિલ્હી, 19 નવેમ્બર, 2025: રેટિંગ એજન્સી ઇકરાએ મંગળવારે કહ્યુ કે નાણાંકીય વર્ષ 2025-26ના જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર ત્રિમાસિક ઘોરણે ઘટીને 7 ટકાના દરે રહેવાનું અનુમાન છે, જ્યારે પાછલા ત્રિમાસિક ગાળામાં તે 7.8 ટકાના દરે હતો. વૃદ્ધિ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ખર્ચમાં સુસ્તી હોવાનું મનાય છે.

દરમિયાન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના સંશોધન અહેવાલમાં જણાવ્યું છે કે GST સુધારા, ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં વધારો અને મજબૂત રોકાણને કારણે નાણાકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્ર લગભગ 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશે. સમાચાર એજન્સી ANIના અનુસાર, સેવા અને ઉત્પાદન ક્ષેત્રોમાં મજબૂત પ્રદર્શન અને સુધારાઓને કારણે માંગમાં વધારો થયા પછી આ ગતિ ચાલુ રહેવાની અપેક્ષા છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે GST દરમાં ઘટાડાને કારણે તહેવારોની મોસમ દરમિયાન ખરીદીમાં વધારો થયો છે.

સેવા-કૃષિ ક્ષેત્રમાં ઘટાડો

ICRAએ જણાવ્યું હતું કે બીજા ત્રિમાસિક ગાળામાં સેવા અને કૃષિ ક્ષેત્રોમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ અનુકૂળ તુલનાત્મક આધારને કારણે ઉત્પાદન, બાંધકામ અને ઔદ્યોગિક પ્રદર્શન મજબૂત રહેવાની અપેક્ષા છે. આ ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિને ટેકો આપશે.

એજન્સીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ 7 ટકા રહેવાનો અંદાજ છે, જે પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં 7.8 ટકા હતો. પાછલા નાણાકીય વર્ષ 2024-25ના સમાન સમયગાળામાં વિકાસ દર 5.6 ટકા હતો.

બીજા ક્વાર્ટરમાં ટેરિફની અસર

ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે સરકારી ખર્ચમાં વાર્ષિક ધોરણે નીચો વધારો પ્રથમ ક્વાર્ટરની તુલનામાં બીજા ક્વાર્ટરમાં GDP અને GVA (ગ્રોસ વેલ્યુ એડેડ) ની ગતિને અસર કરી શકે છે. તેમણે કહ્યું કે તહેવારોની શરૂઆત, GST દરના તર્કસંગતકરણને કારણે માંગમાં વધારો અને ટેરિફ અમલમાં આવે તે પહેલાં યુએસમાં નિકાસમાં વધારો થવાથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બનશે. પરિણામે, સતત ચાર ક્વાર્ટર પછી ઉદ્યોગનો GVA વૃદ્ધિ દર સેવા ક્ષેત્ર કરતા આગળ નીકળી જવાની શક્યતા છે.

આપણ વાંચોઃ હવે ડોનાલ્ડ ટ્રમ્પના ખુલશે જૂના રહસ્યો, બદનામ એપસ્ટાઇનની સીક્રેટ ફાઇલ્સ પરથી ઉઠશે પડદો, સંસદે આપી મંજૂરી

Back to top button