આકાશને આંબતા હવાઈ ભાડાં: આ રૂટ્સ પર ફ્લાઇટ ભાડાંમાં વધારો
Flight Ticket Price Hike : તહેવારોની સિઝનમાં એક તરફ લોકોના ઘરના વધારાના ખર્ચમાં વધારો થાય છે, તો બીજી તરફ આ વખતે મોંઘવારીનો ચારે તરફથી માર પડી રહ્યો છે. રસોડાના બજેટથી લઈને હવે મુસાફરીનો ખર્ચ પણ વધી ગયો છે. જો તમે આ ફેસ્ટિવ સિઝનમાં ક્યાંક બહાર જવાનો ટ્રાવેલ પ્લાન બનાવી રહ્યા છો, તો તમારે તમારું બજેટ વધારવું પડશે. તેનું કારણ એ છે કે તાજેતરમાં ડોમેસ્ટિક એરફેરમાં પણ 68 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
ફરવા જવાનું ન હોય, પરંતુ જો કોઈ વ્યક્તિ છઠ અથવા દિવાળી માટે પોતાના ઘરે જઈ રહી હોય, તો તેના માટે પણ હવાઈ ભાડું મોંઘું થઈ ગયું છે. દિલ્હી-મુંબઈ અને મુંબઈ-કોલકાતા જેવા અનેક મોટા અને મહત્વના રૂટ્સ પર હવાઈ ભાડામાં વધારો થયો છે. આ વધારાની સીધી અસર મુસાફરોના ખિસ્સા પર પડવાની છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ફ્લાઇટ્સની સંખ્યામાં પણ ઘટાડો
માત્ર ટિકિટનું ભાડું જ વધ્યું નથી, પરંતુ ફ્લાઇટ્સની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં જે લોકોને વધેલા ભાડાથી વધારે ફરક પડતો નથી, તેઓ જો સમયસર ફ્લાઇટ બુક નહીં કરાવે તો શક્ય છે કે તેમને સીટ પણ ન મળે.
તાજેતરમાં ગ્લોબલ એનાલિટિક્સ ફર્મ OAG દ્વારા આ અંગે ડેટા રજૂ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ગયા વર્ષની સરખામણીમાં 5 ટકા ઓછી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ સંચાલિત થઈ રહી છે.
જોકે, કુલ સીટ કેપેસિટીમાં માત્ર 1.2 ટકાનો ઘટાડો થયો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે એરલાઇન્સ ઓછી ફ્લાઇટ્સ ચલાવી રહી છે, પરંતુ વધુ સીટ ધરાવતી મોટી ફ્લાઇટ્સનો ઉપયોગ કરી રહી છે. જેના કારણે મુસાફરો માટે ઉપલબ્ધ કુલ સીટ કેપેસિટી લગભગ સ્થિર રહી છે.
આ પણ વાંચો:ત્રાગડમાં અકસ્માત સર્જનાર PSI ભરત પંડ્યાની ધરપકડ, કારમાંથી 9 બોટલ મળી
અચાનક હવાઈ ભાડું કેમ વધ્યું?
હવાઈ ભાડામાં આ વધારો કોઈ કારણ વિના થયો નથી. જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે ફ્લાઇટ્સના સંચાલનનો ખર્ચ વધી ગયો છે.
જેટ ફ્યુઅલ મોંઘું થતાં એરલાઇન્સનો ઓપરેટિંગ ખર્ચ વધ્યો છે. આ વધેલા ખર્ચની ભરપાઈ કરવા માટે કંપનીઓ ટિકિટની કિંમતમાં વધારો કરીને તેનો બોજ મુસાફરો પર નાખી રહી છે.
જોકે, આ પહેલાં એરલાઇન્સે લાંબા સમય સુધી પ્રયાસ કર્યો હતો કે વધતો ખર્ચ મુસાફરો પર ન નાખવો પડે. પરંતુ હવે ઓપરેશનલ ખર્ચ એટલો વધી ગયો છે કે કંપનીઓ માટે તેને પોતાના સ્તરે સહન કરવું મુશ્કેલ બની રહ્યું છે.
આ પણ વાંચો:9 શહેરો, એક અવાજ અને સંગીતનો જાદુ; અરિજીતનું ટૂર જાહેર












