ટ્રેન્ડિંગનેશનલ

ભારતને મળી પરમાણુ જોખમ સામે સુરક્ષાઃ DRDOએ ઈન્ડિયન નેવીને સોંપ્યા 6 સ્વદેશી ઉપકરણ

નવી દિલ્હીઃ 15 જુલાઈ, 2025: DRDO: ડિફેન્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ ભારતીય નૌકાદળને 6 મહત્ત્વપૂર્ણ સ્વદેશી ઉત્પાદનો સોંપ્યા છે. આ ઉપકરણો પરમાણુ, જૈવિક અને રાસાયણિક જોખમો સામે દેખરેખ અને સંરક્ષણમાં મદદ કરશે. જોધપુર સ્થિત ડિફેન્સ લેબોરેટરીમાં વિશેષ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષે નૌકાદળ મુખ્યાલય ખાતે ACNS (SSP) રીઅર એડમિરલ શ્રીરામ અમૂરને આ ઉપકરણો સત્તાવાર રીતે સોંપ્યા હતા.

6 સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા ઉત્પાદનોમાં ગામા રેડિએશન એરિયલ સર્વેલન્સ સિસ્ટમ (GRASS), એનવાર્નમેન્ટલ સર્વેલન્સ વ્હીકલ (ESV), વ્હીકલ રેડિયોલોજીકલ કન્ટેમિનેશન મોનિટરિંગ સિસ્ટમ (VRCMS), અંડરવૉટર ગામા રેડિએશન મોનિટરિંગ સિસ્ટમ (UGRMS), ડર્ટ એક્સટ્રેક્ટર એન્ડ ક્રોસ કન્ટેમિનેશન મોનિટર (DECCOM) અને ઓર્ગન રેડિયોએક્ટિવિટી ડિટેક્શન સિસ્ટમ (ORDS)નો સમાવેશ થાય છે. આ ઉપકરણો ન્યુક્લિયર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ (NSQR) અનુસાર ડિઝાઇન વિકસાવવામાં આવ્યા છે.

નેવીને સોંપવામાં આવેલા 6 સ્વદેશી ઉપકરણો વિશે જાણો

  1. ગામા રેડિએશન એરિયલ સર્વિલન્સ સિસ્ટમ (GRASS)

આ હવાઈ દેખરેખ દ્વારા રેડિએશનની ઓળખ કરે છે. આ સરહદી વિસ્તારોમાં અથવા પરમાણુ ઘટનાઓ પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.

  1. એનવાર્નમેન્ટલ સર્વિલન્સ વ્હીકલ (ESV)

આ વાહન રેડિએશન, રાસાયણિક અને જૈવિક જોખમની દેખરેખ માટે તૈયાર કરવામાં આવ્યું થે, જેમાં અત્યાધુનિક સેન્સર લાગેલા છે.

  1. વ્હીકલ રેડિયોલોજીકલ કન્ટેમિનેશન મોનિટરિંગ સિસ્ટમ (VRCMS)

આ સિસ્ટમ લશ્કરી વાહનોમાં કિરણોત્સર્ગી દૂષણની તપાસ કરે છે, જેનાથી ઓપરેશનલ સુરક્ષા સુનિશ્ચિત થાય છે.

  1. અંડરવોટર ગામા રેડિએશન મોનિટરિંગ સિસ્ટમ (UGRMS)

આ સિસ્ટમ સમુદ્રની અંદર રેડિએશન શોધવામાં સક્ષમ છે. તેનો ઉપયોગ નૌકાદળની કામગીરી દરમિયાન દરિયાઈ પર્યાવરણીય સલામતી માટે કરવામાં આવશે.

  1. ડર્ટ એક્સટ્રેક્ટર અને ક્રોસ કંટેમિનેશન મોનિટર (DECCOM)

આ સફાઈની સાથોસાથ પ્રદૂષણની ઓળખ કરેછે. જેને સૈન્ય બેઝ જહાજો પર ઉપયોગ કરવામાં આવી શકે છે.

  1. ઓર્ગન રેડિયોએક્ટિવિટી ડિટેક્શન સિસ્ટમ (ORDS)

તે સૈનિક કે વ્યક્તિના શરીરમાં કિરણોત્સર્ગી તત્ત્વોની હાજરી શોધી કાઢે છે.

આ પહેલા, 11 જૂને DRDO અને ભારતીય વાયુસેનાએ સ્વદેશી રેડિયો ફ્રિક્વેન્સી (RF) સીકરથી સજ્જ સ્વદેશી બિયૉન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટૂ-એર મિસાઇલ (BVRAAM) ‘Astra’નું ઓડિશાના કિનારે સુખોઈ-30 MK-I પ્લેટફોર્મથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદ: CP GS મલિકની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ; JCP, DCP, ACP સહિતના અધિકારીઓ હાજર

આ પણ વાંચોઃ ભારતમાં Metro Citiesથી વધુ આ શહેરોમાં નોકરીઓ ઉપલબ્ધ, જુઓ LinkedInનો રિપોર્ટ

Back to top button