SBI ખાતાધારકો સાવધાન! 1 ઓક્ટોબરથી ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટો ફેરફાર
ATM Rule Change: જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં સેવિંગ્સ કે સેલેરી એકાઉન્ટ હોય, તો 1 ઓક્ટોબર 2026 થી લાગુ થનારા નવા નિયમોથી તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે. બેંકે સેવિંગ્સ અને સેલેરી ખાતાધારકો બંને માટે રોકડ ઉપાડ અને ATM ટ્રાન્ઝેક્શન પરના ચાર્જિસ અને મર્યાદાઓમાં ફેરફાર કર્યા છે.
1. બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ (BSBD) ના નિયમોમાં ફેરફાર

બ્રાન્ચ દ્વારા ખોલવામાં આવેલા બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ પર નવા નિયમો 1 ઓક્ટોબરથી અમલી બનશે. ગ્રાહકોને દર મહિને 4 મફત ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા મળતી રહેશે. 4 ફ્રી ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ, 5મા ઉપાડથી દરેક ટ્રાન્ઝેક્શન પર ₹15 + GST ચાર્જ ચૂકવવો પડશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
2. સેલેરી એકાઉન્ટ માટે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ અડધી થઈ

SBI સેલેરી એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. અન્ય બેંકોના ATM તેમજ ઓટોમેટેડ ડિપોઝિટ એન્ડ વિડ્રોઅલ મશીન (ADWMs) પર ડેબિટ કાર્ડથી મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા 10 થી ઘટાડીને દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી દેવામાં આવી છે. આ 5 ફ્રી લિમિટમાં માત્ર રોકડ ઉપાડ (Financial) જ નહીં, પરંતુ બેલેન્સ ચેક કરવું, મિની સ્ટેટમેન્ટ કાઢવું જેવા તમામ નોન-ફાઇનાન્સિયલ (Non-Financial) વ્યવહારો પણ ગણતરીમાં લેવાશે.
આ પણ વાંચો:Blue Drum Case: મેરઠ બ્લુ ડ્રમ કેસમાં મોટો ચુકાદો, મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર
3. લિમિટ પૂર્ણ થયા બાદ કેટલો ચાર્જ લાગશે?

મહિના દરમિયાન નિર્ધારિત 5 ફ્રી ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી નીચે મુજબના ચાર્જ વસૂલવામાં આવશે. રોકડ ઉપાડ (Financial Transaction): 6ઠ્ઠા ટ્રાન્ઝેક્શનથી દરેક ઉપાડ પર ₹23 + GST ચૂકવવો પડશે. નોન-ફાઇનાન્સિયલ સેવાઓ (Non-Financial Transaction): ફ્રી લિમિટ પૂર્ણ થયા બાદ બેલેન્સ ઇન્ક્વાયરી કે સ્ટેટમેન્ટ જોવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹11 + GST ચાર્જ લાગશે.
4. SBI ગ્રાહકોએ ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો

નિયમિત ધોરણે ATM માંથી પૈસા ઉપાડતા ગ્રાહકોએ પોતાના માસિક વ્યવહારોની સંખ્યા પર નજર રાખવી પડશે. બેલેન્સ ચેક કરવા કે મિની સ્ટેટમેન્ટ મેળવવા માટે ATM મશીનનો ઉપયોગ કરવાને બદલે SBI YONO એપ, ઇન્ટરનેટ બેંકિંગ અથવા વોટ્સએપ બેંકિંગનો ઉપયોગ કરવાથી બિનજરૂરી ચાર્જિસથી બચી શકાશે.
આ પણ વાંચો:22 વર્ષ પછી ‘કોફી વિથ કરણ’ને અલવિદા? કરણ જોહરે કહ્યું- ‘એક કપ કોફી પીવા આવો












