અમદાવાદમાં આજથી ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ સિરીઝ શરુ, પહેલા બોલિંગ કરશે ટીમ ઈંડિયા

IND vs WI, 1st Test: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માટે મહત્વપૂર્ણ છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન: તેજનારાયણ ચંદ્રપોલ, જ્હોન કેમ્પબેલ, એલીક એથેનાસ, બ્રાન્ડોન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ (કેપ્ટન), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખારી પિયર, જોહાન લિયોન અને જેડેન સીલ્સ.
ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ હેડ ટુ હેડ
- કુલ – ૧૦૦ ટેસ્ટ
- ભારત જીત્યું – ૨૩
- વેસ્ટ ઈન્ડિઝ જીત્યું – ૩૦
- ડ્રો – ૪૭
જોકે, વેસ્ટ ઈન્ડિઝે ૨૦૦૨ થી ભારત સામે એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી.
આ પણ વાંચો: ગજબ: 75 વર્ષના દાદાએ 35 વર્ષની દુલ્હન સાથે લગ્ન કર્યા, સુહાગરાત મનાવતા પ્રાણ નીકળી ગયા












