અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IND vs WI: અમદાવાદમાં ધ્રુવ જુરેલે સદી ફટકારી કર્યું અનોખું સેલિબ્રેશન, VIDEO

અમદાવાદ, તા. 3 ઓક્ટોબર, 2025: ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે શુક્રવારે અમદાવાદમાં રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ધ્રુવ જુરેલે 190 બોલમાં પોતાના ટેસ્ટ કારકિર્દીની પહેલી સદી પૂરી કરી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ધ્રુવ જુરેલે રવીન્દ્ર જાડેજા સાથે મળીને પાંચમી વિકેટ માટે શતકીય ભાગીદારી પણ કરી. જુરેલે પોતાની ઇનિંગ્સમાં અત્યાર સુધી 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવીને 125 રન બનાવી આઉટ થયો હતો.

ધ્રુવ જુરેલ ટેસ્ટ સદી ફટકારનાર 12મો ભારતીય વિકેટકીપર-બેટ્સમેન બન્યો હતો રસપ્રદ વાત એ છે કે, આ 12માંથી પાંચ ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝ સામે જ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. વિજય માંજરેકર, ફારુખ એન્જિનિયર, અજય રાત્રા, સાહા અને હવે જુરેલ વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારનાર વિકેટકીપર-બેટ્સમેન બન્યો હતો.

પંતની ગેરહાજરીમાં મળ્યો મોકો
ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર ઋષભ પંત ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઘાયલ થયા હતા અને આ કારણોસર તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ભાગ લઈ રહ્યા નથી. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલને મુખ્ય વિકેટકીપર તરીકે ઉતારવામાં આવ્યો હતો. દબાણની સ્થિતિમાં જુરેલે ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ જીતી લીધો અને પંતની જેમ જ આક્રમક શોટ્સ રમતાં અડધી સદી પૂરી કરી હતી. જુરેલનું આ પ્રદર્શન એ સંકેત આપે છે કે ભારતીય ટીમને ભવિષ્યમાં પણ તેમના રૂપમાં એક ઉત્તમ વિકલ્પ મળી શકે છે.

રાહુલ અને ગિલનું યોગદાન
આ મેચમાં ટીમ ઇન્ડિયાના અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાહુલે 197 બોલમાં સંયમિત બેટિંગ કરતાં પોતાની 11મી ટેસ્ટ સદી પૂરી કરી. તેમની આ ઇનિંગ્સ ટીમ ઇન્ડિયાની ઇનિંગ્સની કરોડરજ્જુ સાબિત થઈ હતી. વળી, ભારતીય જમીન પર પહેલીવાર ટેસ્ટ કપ્તાની કરી રહેલા કેપ્ટન શુભમન ગિલે પણ જવાબદારીપૂર્વક બેટિંગ કરતાં 50 રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી.

Back to top button