VIDEO: ચોથી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં, બેન સ્ટોકસે સદી સાથે મેળવી અનોખી સિદ્ધિ

માનચેસ્ટર, તા. 26 જુલાઈ, 2025: IND vs ENG 4th Test ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે 165 બોલમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની 14મી સદી પૂરી કરી હતી. સ્ટોક્સ 118 રન અને બ્રાયડન કાર્સ 19 રને ક્રીઝ પર હતો. ઈંગ્લેન્ડે ભારત પર 256 રનની લીડ મેળવી લીધી છે. સ્કોર આઠ વિકેટે 614 રન થઈ ગયો છે.
એક જ ટેસ્ટમાં સદી અને પાંચ વિકેટ લેનાર કેપ્ટન
- ડેનિસ એટકિન્સન (WI) વિરુદ્ધ AUS, બ્રિજટાઉન, 1955
- ગૅરી સોબર્સ (WI) વિરુદ્ધ ENG, લીડ્સ, 1966
- મુશ્તાક મોહમ્મદ (PAK) વિરુદ્ધ WI, પોર્ટ ઓફ સ્પેન, 1977
- ઇમરાન ખાન (PAK) વિરુદ્ધ IND, ફૈસલાબાદ, 1983
- બેન સ્ટોક્સ (ENG) વિરુદ્ધ IND, માન્ચેસ્ટર, 2025
Is there anything he can’t do? 🤩
🤝 @IGCom pic.twitter.com/fHhJdpmllF
— England Cricket (@englandcricket) July 26, 2025
રિટાયર્ડ હર્ટ થયા બાદ સ્ટોક્સ ફરી બેટિંગ માટે પરત ફર્યો
ઈંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન બેન સ્ટોક્સ રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેમને ડાબા પગમાં ખેંચાણ (ક્રૅમ્પ)ની ફરિયાદ થઈ હતી, પરંતુ થોડા સમય પછી તેઓ મેદાન પર પાછા ફર્યા. તેઓ 134 બોલમાં છ ચોગ્ગાની મદદથી 77 રન બનાવીને ક્રિઝ પર ટકી રહ્યા છે. આ દરમિયાન જેમી સ્મિથે નવ અને ક્રિસ વોક્સે ચાર રન બનાવ્યા. જ્યારે, લિયામ ડોસન 52 બોલમાં બે ચોગ્ગાની મદદથી 21 રન બનાવીને અણનમ હતા. ભારત તરફથી રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે જસપ્રીત બુમરાહ, અંશુલ કંબોજ અને મોહમ્મદ સિરાજને એક-એક સફળતા મળી હતી.
‘તમે સરહદનું રક્ષણ કરો, અમે તમારા પરિવારનું ધ્યાન રાખીશું…’ કારગિલ વિજય દિવસ નિમિત્તે સૈનિકોને શું ખાસ ભેટ મળી?
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












