T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs BAN LIVE : ભારતને ‘BREAK’ મળ્યું 4 વિકેટનું ‘BREAKTHROUGH’, બાંગ્લાદેશને 4 ઓવરમાં જીત માટે 50 રનની જરુર

એડિલેડ ખાતે રમાઈ રહેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદનું વિધ્ન દુર થયાં મેચ ફરી શરૂ થઈ છે. જેમાં બાંગ્લાદેશને હવે DLS પ્રમાણે  જીતવા માટે 24 બોલમાં 50 રનની જરુર છે. વરસાદને લીધે અટકાયેલી મેચ વરસાદ બાદ શરુ થતાં ભારતને 3 વિકેટ મળી હતી.  ભારત તરફથી અર્શદીપે 2 અને શમીએ 1 વિકેટ ઝડપી છે.જ્યારે એક બેટર રનઆઉટ થયો છે.

LIVE : BAN 101/4 (12/16) CRR – 8.82 RRR- 12.5

              IND 184/6 (15) CRR – 9.20

બાંગ્લાદેશને 151 રનનો નવો લક્ષ્ય : લિટન દાસની ફિફ્ટી 

DLS સિસ્ટમ પ્રમાણે 20 ઓવરની મેચ હવે 16 ઓવરની રમાશે, જેમાં 185 રનનાં  લક્ષ્ય બદવે 151 રનનો નવો લક્ષ્ય બાંગ્લાદેશને મળ્યો છે. આ ઉપરાંત ભારતીય બોલરોમાંથી કોઈ 1 જ બોલર 4 ઓવર નાખી શકશે,જ્યારે બાકીનાં 3 બોલરો 3 ઓવર જ નાખી શકશે. બાંગ્લાદેશ તરફથી તેમનાં ઓપનર્સે સારી શરુઆત કરી હતી. લિટન દાસે  60 રન ફટકાર્યા હતા. લિટન દાસ  27 બોલમાં 3 છગ્ગાં અને 7 ચોગ્ગાની મદદથી 60 રન મારી કે એલ રાહુલનાં હાથે રનઆઉટ થયો હતો.

ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યાં હતાં. ભારત તરફથી વિરાટ અને કે એલ રાહુલએ ફિફ્ટી ફટકારી હતી. રાહુલે 50 રન અને કોહલીએ અણનમ 64 રન બનાવ્યાં છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં તેની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી અને આ ફિફ્ટી સાથે તે T20 WCનો ટોપ સ્કોરર પણ બની ગયો છે. આ સિવાય કે એલ રાહુલે પણ તેની અડધી સદી ફટકારી હતી, કેએલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે 67 રનની ભાગીદારી થઈ હતી. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબ અલ હસને 2 વિકેટ ઝડપી હતી.

IND vs BAN - Hum Dekhenge News
K L Rahul

 કે એલ રાહુલનું ફોર્મ પરત ફર્યુ.

ભારતીય ઓપનર્સની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન મારીને આઉટ જરૂર થઈ ગયો છે, પરંતુ કે એલ રાહુલ આજે ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. કે એલ રાહુલે આજે તેની અડધી સદી ફટકારી હતી. રાહુલે 32 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યાં હતાં. ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 30 રન બનાવ્યાં હતાં.

IND vs BAN - Hum Dekhenge News (1)
Virat Kohli

વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો  

વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં તેની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી અને આ ફિફ્ટી સાથે તે T20 WCનો વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. વિરાટે આજે 44 બોલમાં 1 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અણનમ 64 રન બનાવ્યાં છે. આ દરમ્યાન તેની સ્ટ્રાઈક રેટ  145.45 જેટલી રહી હતી. આ સિવાય વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ફિફ્ટી મારનાર બેટર પણ બન્યો છે. કોહલી એ અત્યાર સુધી 21 અડધી સદી ફટકારી છે. આ યાદીમાં બીજા સ્થાને સચિન તેંડુલકર છે અને ત્રીજા સ્થાને ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે.

બંને ટીમો માટે કરો યા મરો નો મુકાબલો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ બંને ટીમો માટે કરો યા મરો જેવી સાબિત થશે. ભારત જો આ મેચ માટે સેમિફાઈનલમાં પ્રવેશવું ખૂબ જ સરળ બની જશે. આ સાથે જ બાંગ્લાદેશ હારશે તો તે ટુર્નામેન્ટની લગભગ બહાર થઈ જશે. બીજી તરફ  જો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારી જશે તો સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની જશે. તેથી બંને ટીમો માટે આ મેચ એક રીતે નોકઆઉટ સમાન છે.

વરસાદની 60% સુધી આશંકા

હવામાનની વિભાગની આગાહી અનુસાર ભારત- બાંગ્લાદેશની આ મેચના સમયે વરસાદની 30 થી 60 ટકા સુધીની સંભાવના છે. જો કે, ઓસ્ટ્રેલિયામાં હવામાન ખૂબ ઝડપથી બદલાય છે. તેથી, વધુ વરસાદની સંભાવના વધુ હોઈ શકે છે અને તે ઓછી પણ થઈ શકે છે.

પીચ રિર્પોટ

આ વર્લ્ડ કપમાં એડિલેડમાં હજુ સુધી કોઈ મેચ રમાઈ નથી. જો ઓસ્ટ્રેલિયન ટી20 લીગ બિગ બેશને આધાર તરીકે ગણવામાં આવે તો તે ઉચ્ચ સ્કોરિંગ મેદાન છે. અહીં નાઇટ મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર 170 રન રહ્યો છે.

બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન

ભારત:  કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્લિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

બાંગ્લાદેશઃ નજમુલ હુસૈન શાંતો, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફીફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકીપર), તસ્કીન અહેમદ, હસન મહમૂદ,  મુસ્તાફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ.

હેડ ટુ હેડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 10 મેચ જીતી છે. આ સાથે જ બાંગ્લાદેશએ માત્ર એક જ મેચ જીતી છે. બંને ટીમો   વચ્ચે છેલ્લી મેચ 10 નવેમ્બર 2019માં રમાઈ હતી. વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ભારત સામે એક જ મેચ જીતી શક્યું છે.

Back to top button