ટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

IND vs AFG: ચેન્નાઈ વનડે પહેલા BCCIએ કરી મોટી જાહેરાત

IND vs AFG : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણીની અંતિમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ત્રીજી અને અંતિમ વનડે માટે ઝડપી બોલર હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની અંતિમ મેચ 20 જૂને ચેન્નાઈમાં રમાશે.

શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી  ભારતીય ટીમ હાલ સીરીઝમાં 2-0નો વધારો બનાવ્યો છે. એવામાં અંતિમ મેચ પહેલા હર્ષિત રાણાની વાપસી ટીમ માટે વધુ મજબૂતી લઈને આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ઈજાને કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા હર્ષિત

 

હર્ષિત રાણા ફેબ્રુઆરી 2026 બાદથી પ્રતિસ્પર્થી ક્રિકેટથી દૂર હતા. તેઓએ ટી-20 વર્લ્ડ કપ 2026 પહેલા રમવામાં આવેલ એક વોર્મ-અપ મેચ દરમ્યાન ઈજાગ્રસ્ત થયા હતા. ઈજા એટલી ગંભીર હતી કે તેઓ આઈપીએલ સીઝનથી બહાર થઈ ગયા હતા. જો કે, હાલ તેઓએ બેંગલુરુ સ્થિત બીસીસીઆઈ સેંટર ઓફ એક્સીલેન્સ (COE)માં પોતાના રિહૈબિલિટેશન સફળતાપૂર્વક પૂરું કરી લીધું છે. તે બાદ સિલેક્શન કમિટે તેમને અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રીજી વનડે માટે ભારતીય ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

BCCIએ જાહેર કર્યું સત્તાવાર નિવેદન

 

બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મેન્સ સિલેક્શન કમિટીએ હર્ષિત રાણાને ત્રીજી વનડે માટે ભારતીય ટીમમાં સામેલ કર્યા છે. રાણાએ સેંટર ઓફ એક્સીલેંસમાં પોતાના રિહૈબ પૂરો કરી લીધો છે અને હવે તે ચેન્નઈમાં ટીમની સાથે જોડાઈ ચૂક્યા છે.

ત્રીજી વનડે માટે ભારતનો અપડેટેડ સ્ક્વોડ

 

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, શ્રેયસ અય્યર (ઉપકેપ્ટન), કે.એલ. રાહુલ(વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), નીશીત કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રાંસ યાદવ, ગુરનૂર બરાર, હર્ષ દુબે, યશસ્વી જાયસવાલ અને હર્ષિત રાણા.

હર્ષિત રાણાની વાપસી ભારતીય ટીમ માટે મહત્વની માનવામાં આવી રહી છે. યુવા ઝડતી બોલર પોતાની ઝડપી હતિ અને આક્રમક બોલિંગ માટે ઓળખાય છે. હવે બધાની નજર એ વાત પર હશે કે શું તેમને ચેન્નઈ વનડેની પ્લેઈંગ ઈલેવનમાં મોકો મળશે કે નહીં.

આ પણ વાંચો : હિમાચલમાં ભયંકર રોડ અકસ્માત, કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 7 લોકોના મોત

Back to top button