ગંભીરા પુલ દુર્ઘટનાના પીડિતોને તાત્કાલિક ધોરણે રૂ.૬૨ લાખની સહાય ચૂકવાઈ

એચડી ન્યૂઝ ડેસ્ક, 13 જુલાઇ 2025: Bridge Accident મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય અંતર્ગત ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ 62 લાખની રકમના ચેકનું અસરગ્રસ્તોને વિતરણ કરાયું હતું.
મૃતકોના કુટુંબીજનોને 4 લાખની સહાય
રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિનાવિલંબે ચૂકવણી: પરિવારોને સાંત્વના
ધટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ સહાય તત્કાળ મંજૂર કરવામાં આવી હતી અને વિના વિલંબે આજે ચૂકવી આપવામાં આવી હતી. ઉપલબ્ધ યાદી મુજબ, હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું વિતરણ થયું છે જેમાં આજે ચાર ઇજાગ્રસ્તો અને ૧૫ મૃતકોના પરિવારો નો સમાવેશ થાય છે. આ મુલાકાત વેળા એ સાંસદ જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્યએ દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુર્ઘટના બદલ દુઃખ વ્યક્ત કરતા ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો:પાલક ખાવાથી થશે અનેક ફાયદા, પરંતુ તેનું સેવન દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી
આ પણ વાંચો:કચ્છમાં 257 સ્થળે વયવંદના: વરિષ્ઠોને મોટી સંખ્યામાં અપાયા આયુષ્યમાન કાર્ડ












