ગુજરાતટોપ ન્યૂઝ

દિવાળીમાં ચોપડા પૂજનની પરંપરા અકબંધ, કિંમતમાં 25 ટકાના વધારા છતાં 5 કરોડના ચોપડા વેચાયા

Vadodara News : સ્ટેશનરીના ભાવમાં આ વર્ષે 20 થી 25 ટકાનો તોતીંગ વધારો નોંધાયો હોવા છતાં આ વર્ષે વેપારીઓએ ચોપડા પૂજન માટે રૂ.5 કરોડથી વધુ કિંમતના ચોપડાની ખરીદી કરી છે.આજના આધુનિક કમ્પ્યુટર યુગમાં પણ વર્ષો જૂની પરંપરાને અકબંધ રાખતા વડોદરાના 20,000થી વધુ વેપારીઓ આજે શુભ મુર્હૂતમાં વિધિવત ચોપડા પૂજન કરશે, જ્યારે 50,000થી વધુ વેપારીઓ દ્વારા લક્ષ્મી પૂજન અને મોટી સંખ્યામાં વેપારીઓ શારદા પૂજન કરીને ધંધા-રોજગારમાં સમૃદ્ધિની પ્રાર્થના કરશે.

આધુનિક કમ્પ્યુટરના યુગમાં ચોપડા પૂજનની પરંપરા અકબંધ

વડોદરામાં વ્યાપાર વિકાસ એસોસિએશન સાથે નાના-મોટા 79 એસોસિએશનના આશરે 35,000 જેટલા વેપારીઓ સંકળાયેલા છે, જ્યારે આ એસોસિએશન સાથે ન જોડાયેલા અન્ય વેપારીઓની સંખ્યા પણ 30,000 થી 35,000ની આસપાસ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આજના આધુનિક કમ્પ્યુટર અને ટેકનોલોજીના યુગમાં ચોપડા પૂજનની પરંપરા ઓછી તો થઇ છે પરંતુ વેપારીઓનો એક મોટો વર્ગ એવો પણ છે કે, તે આજે પણ ચોપડા પૂજન તેમજ લક્ષ્મી પૂજન અને શારદા પૂજનની પરંપરા જાળવી રહ્યો છે અને તેના કારણે શહેરમાં આવતી કાલે દિવાળીના દિવસે 20,000થી વધુ વેપારીઓ પરંપરાગત રીતે ચોપડા પૂજન કરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વડોદરામાં 5 મોટી અને 45 નાની સ્ટેશનરી છે

સ્ટેશનરીના વેપારીએ જણાવ્યું કે, શહેરમાં ચોપડાની ખરીદી માટે પાંચ મોટી અને 45 જેટલી નાની સ્ટેશનરીની દુકાનો આવેલી છે. આ વર્ષે મોંઘવારી છતાં આ તમામ દુકાનો પરથી અંદાજે રૂ.5 કરોડના ચોપડાનું મબલખ વેચાણ થયું હોવાનો અંદાજ જણાઇ રહ્યો છે. આ વર્ષે  ચોપડાની કિંમતોમાં સરેરાશ 20 થી 25 ટકાનો વધારો થયો છે, છતાં વેપારીઓની ખરીદીમાં કોઈ જ ઘટાડો નોંધાયો નથી.

દિવાળીના શુભ મુહૂર્તે ચોપડા પૂજન કરાય છે

ચોપડા પૂજન માટેના નવા ચોપડાઓની ખરીદી સામાન્ય રીતે દશેરાથી દિવાળીના સમયગાળા દરમિયાન કરાય છે અને ત્યારબાદ ધન તેરસ અને દિવાળીના શુભ મુર્હૂતમાંમાં  તેની પૂજા વિધિ કરાય છે. જોકે, બદલાતા સમય સાથે કેટલાક વેપારીઓ ધનતેરસના દિવસે જ ચોપડા પૂજન કરી લેવાનું પસંદ કરે છે, જેથી તેઓ તહેવારના દિવસોમાં પરિવાર સાથે રજાઓ માણી શકે સૂત્રોએ જણાવ્યું છે કે, વડોદરા અને આસપાસના વિસ્તારની મોટી ઇન્ડસ્ટ્રીઝમાં હવે પરંપરાગત ચોપડા પૂજનની પદ્ધિત ઓછી જોવા મળે છે. મોટા ઉદ્યોગપતિઓ હવે દિવાળીના દિવસે પોતાના નિવાસસ્થાને જ કમ્પ્યુટરની પૂજા અને લક્ષ્મી પૂજન કરીને નવા વર્ષને આવકારે છે.

આ પણ વાંચો : નરોડાના આધેડનો કેનાલમાં ઝંપલાવી આપઘાત, ઘરમાંથી મળી સુસાઈડ નોટ, 8 સામે ફરિયાદ

Back to top button