ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોલસાની ખાણમાં અકસ્માત, 4નાં મૃત્યુઃ હજુ કેટલા અંદર ફસાયા હશે? જાણો

ઝારખંડઃ 5 જુલાઈ, 2025: Jharkhand Mining Accident: ઝારખંડના રામગઢ જિલ્લામાં શનિવારે (5 જુલાઈ) એક બંધ કોલસાની ખાણમાં ગેરકાયદે ખનન દરમિયાન અકસ્માત થયો હતો. રામગઢના કુજૂ પોલીસ સ્ટેશન વિસ્તારના કર્મા વિસ્તારમાં વહેલી સવારે કોલસાની ખાણનો એક ભાગ ધસી પડ્યો હતો. જેમાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે. જોકે, હજુ તેમાં અન્ય લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચાર લોકોના મૃત્યુ

રામગઢના એસડીપીઓ પરમેશ્વર પ્રસાદે જણાવ્યું કે, અત્યાર સુધી ચાર મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય હજુ શરૂ છે. જોકે, સ્થાનિક લોકોએ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ 3 મૃતદેહ બહાર કાઢી દીધા હતા.

પોલીસે શું કહ્યું?

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સેન્ટ્રલ કોલફીલ્ડ્સ લિમિટેડ (CCL)ની બંધ પડેલી ખાણમાં ગેરકાયદે ખનન દરમિયાન થઈ હતી. રામગઢના એસપી અજય કિમારે જણાવ્યું કે, CCL પાસે ખુદની સુરક્ષા વ્યવસ્થા છે, જેથી આવા ગેરકાયદે ખનનને રોકી શકાય. પરંતુ, અકસ્માતની સૂચના મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યમાં સહયોગ આપ્યો.

કાટમાળમાં હજુ ફસાયેલા હોય શકે છે મૃતદેહો

કુજૂ પોલીસે આઉટપોસ્ટના પ્રભારી આશુતોષ કુમાર સિંહે કહ્યું કે, અત્યારે પણ અમુક મૃતદેહ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. દુર્ઘટના બાદ જ આ વિસ્તારમાં તણાવનો માહોલ છે. અનેક ગ્રામીણોએ CCL કર્મા પરિયોજના કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું અને અકસ્માતની જવાબદારી નક્કી કરવાની માંગ કરી.

વિપક્ષે કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ

વળી, ઝારખંડ ભાજપ અધ્યક્ષ અને વિપક્ષ નેતા બાબૂલાલ મરાંડીની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આ અકસ્માત હત્યા નહીં, ભ્રષ્ટ અને નકામી સરકારની બેજવાબદારી છે, જે ધોળા દિવસે ચાલી રહેલા ગેરકાયદે કારોબારને અવગણી રહી છે. CCL દ્વારા બંધ કરવામાં આવેલી ખાણને કોલસા માફિયાને ફરી ખોલી દીધી છે, જેનાથી આ દુઃખદ અકસ્માત થયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: પ્રેમી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થવાના ડરે યુવતીએ 14માં માળેથી છલાંગ લગાવી; બ્લેકમેલર અને પ્રેમી સહિત બેની ધરપકડ

આ પણ વાંચોઃ રામ ભક્તો માટે ખાસ તક, ભગવાન રામ સાથે જોડાયેલ 30થી વધારે તીર્થસ્થળો માટે સ્પેશિયલ ટ્રેન; ભાડું અને રૂટ જાણો

Back to top button